<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

જામનગરમાં પૂર્વ મંત્રી બાબુભાઈ લાલની પળણ્‍યતિથિ નિમિતે કાલે રક્‍તદાન કેમ્‍પ

જામનગર શહેરમાં શ્રી એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્‍દ્ર લાલ) ફાઉન્‍ડેશન દ્વારા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૪: જામનગર શહેરમાં અનેકવિધ સેવાકિય પ્રવળતિઓ કરતી સંસ્‍થા શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્‍દ્ર લાલ) ફાઉન્‍ડેશન દ્વારા ગુજરાત રાજયના પૂર્વ રાજયમંત્રી શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ની પળણ્‍યતિથિને અનુલક્ષીને આગામી તા.૧૫ને બુધવારે સાંજે ૫ થી ૮ દરમ્‍યાન લોહાણા મહાજનવાડી (બદિયાણી વિંગ, પંચેશ્વર ટાવર ) ખાતે રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.

જામનગર શહેરમા રકતદાનની પ્રવળતિને વધુને વધુ વેગવતી બનાવવાના ધ્‍યેય સાથે ઉપરાત જરૂરીયાતમંદ દર્દીઓને સમયસર રકત મળી રહેવા તેવા શુભ આશ્રય સાથે અમારા ટ્રસ્‍ટો દ્વારા થોડા થોડા સમયાંતરે રકતદાન કેમ્‍પનું આયોજન કરાઈ રહયુ છે. જેના ભાગરૂપે આગામી તા.૧૫ને બુધવારે સાજે રકતદાન કેમ્‍પ આયોજીત કરવામાં આવ્‍યો છે. આ સેવાયજ્ઞમાં સર્વે હાલારવાસીઓને જોડાઈને રકતદાન જેવું મહાદાન કરીને પવિત્ર ફરજ અદા કરવા માટે ટ્રસ્‍ટી જીતેન્‍દ્ર એચ.લાલ (જીતુ લાલ) દ્વારા અનુરોધ કરાયો છે

(2:17 PM IST)