તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
જુનાગઢના બામણગઢમાં ૭ દાયકા પહેલા નાની માંના લગ્ન
થયા હતા એ જ તિથીએ દોહિત્રીને પણ સાસરે વળાવાઇ દોહિત્રીના લગ્નમાં અનેરો સંયોગ સર્જાયો જૂનાગઢ પાસેના બામણગઢ ગામે લગ્નમાં ઉપસ્થિત સૌએ નાની માંની વર્ષગાંઠ ઉજવી

જુનાગઢ તા.૧૪: અત્યારે જયારે ધગધગતા તાપમાં પણ લગ્ન સિઝન પુરબહારમાં છે અને કાઠીયાવડીમાં ઠેર-ઠેર લગ્નની શરણાઇઓ વાગી રહી છે ત્યારે જૂનાગઢ પાસેના ભેસાણ નજીક આવેલા બામણગઢ ગામે યોજાયેલા એક લગ્નમાં દોહિત્રી એટલે કે દિકરીની દિકરીના લગ્ન ૭૦ વર્ષ પહેલા જયારે નાનીમાં ના લગ્ન યોજાયા હતા એજ તિથી,એ જ વાર અને એજ સમયે યોજયા હતા.અને આ સમયે નાનીમાં ની લગ્ન વર્ષગાંઠ માંડવામાં જ કેક કાપીને નવદંપતિને અને જાનૈયાઓએ ઉજવણી કરી હતી.
જુનાગઢ પાસેના બામણગઢ ખાતે ગત તા.૧૨:ના રોજ વૈશાલી કિરીટભાઇ પંડયા નામની દિકરીના લગ્ન યોજાયા હતા. આ લગ્નપ્રસંગે તેના ૮૮ વર્ષિય નાનીમાં મંગળાબેન બાબુલાલ દેવ પણ નવદંપતિને આશિર્વાદ આપવા ઉપસ્થિિ રહ્યા હતા. અને જૈમના લગ્ન પણ આજથી ૭૦ વર્ષ્્ા પહેલા દોહિત્રીના લગ્નની તિથી અને વાર પ્રમાણે જ આવતા આ સંયોગને તમામ જાનૈયાઓએ ઉત્સાવરૂપે ઉજવવાનું નક્કી કરી લગ્ન મંડપમાં જ કેક મંગાવી નાનીમાં ના લગ્ન સોરઠના બગડુ ગામે વર્ષ-૧૯૫૪ માં યોજાયા હતા. ઓ દિવસને પણ કેટલાક વયોવૃધ્ધ જાનૈયાઓએ યાદ કર્યો હતો.દોહિતત્રી વૈશાલીએ પોતાના લગ્નમાં નાનીમાં ની લગ્ન વર્ષગાંઠ પણ ઉજવાઇ તે અંગે ખુેશી વ્યકત કરી હતી.
આવી હતી ૭૦ વર્ષ પહેલાની લગ્ન કંકોત્રી!!
જુનાગઢ તા.૧૪ :દેશની આઝાદીના પ્રથમ દશકામાં યોજાતા લગ્નમાં કંકોત્રી પણ અલગ પ્રકારની જ બનતી હતી.સનાતન ધર્મની પરંપરા મુજબ મુર્હુત અને કાર્યક્રમો તો દર્શાવતા હતા જ સાથે-સાથે કંકોત્રીમાં અંગ્રેજીમાં પણ સંદશ,નામ,લગ્ન તિથી સ્થળ, સમય વગેરે લખાતુ હતું.આ લગ્નમાં હાજર ૮૮ વર્ષિય મંગળાબેનની લગ્ન કંકોત્રી પણ એક સ્વજન સાથે જ લાવ્યા હતા અને લગ્નમાં આવેલ બધા સ્વજનો એ કંકોત્રી જોઇ અચરજ અને ખુશીની લાગણી વ્યકત કરી હતી.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
