<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

જુનાગઢમાં સ્‍વસ્‍તિક રેસ્‍ટોરન્‍ટ એન્‍ડ ટી કીટલી ખુલ્લુ મુકતા જવાહર ચાવડા

જુનાગઢઃ મધુરમ વંથલી રોડ પર મામાદેવના મંદિર સામે નેહા સ્‍ટીલની બાજુમાં તા. ૧૦ મે શુક્રવાર અને અખાત્રીજ પરશુરામ જયંતિના પાવન દિવસે સ્‍વસ્‍તિક રેસ્‍ટોરન્‍ટનું પુર્વ કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાના હસ્‍તે અને ટી કીટલી હરીપ્રસાદ સ્‍વામીના વરદ હસ્‍તે ઉદ્દઘાટન કરી ખુલ્લુ મુકવામાં આવેલ આ પ્રસંગે શાસ્‍ત્રી ડો. મહાદેવપ્રસાદ મહેતા માજી ધારાસભ્‍ય ભીખાભાઇ જોષી અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી તેમજ ઓનર્સ લલિતભાઇ જોષી સમીકભાઇ જોષી કિરીટભાઇ થાનકી સંદીપભાઇ થાનકી સહીતના ઉપસ્‍થિત રહ્યા હતા. સ્‍વાદના શોખીનો માટે ચાઇનીઝ સાઉથ ઇન્‍ડીયન પંજાબી ભોજન પીરસવામાં આવશે તેમ લલિતભાઇ જોષી એ અખબારી યાદીમાં જણાવ્‍યું છે. (અહેવાલઃ વિનુ જોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(2:22 PM IST)