<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

પ.પૂ. હરિચરણદાસજી મહારાજના અંતરીક્ષમાંથી આર્શિવાદથી ગોંડલમાં ૧ કરોડ મંત્રલેખન કરનારા ૧પ ભાવિકોના વધામણા

૧૩-ર-ર૦૦૬ ના પ.પૂ. ૧૦૦૮ મહામંડલેશ્વર હરિચરણદાસજીના હસ્‍તે શ્રીરામ પુસ્‍તકાલયની સ્‍થાપના કરી'તીઃ ૩૭૪ પુસ્‍તકોથી શરૂ થયેલ પુસ્‍તકાલયમાં આજે ર હજારથી વધુ ગ્રંથોનો રસથાળ

પ.પૂ. જયરામદાસજી મહારાજનાં હસ્‍તે ૧ કરોડ મંત્રલેખન કરનારા ભાવિકોનું સન્‍માન કરાયુ તે નજરે પડે છે

રાજકોટ તા. ૧૪ :.. ગોંડલમાં શ્રી રામજી મંદિર દ્વારા પૂ. હરિચરણદાસજી  મહારાજના આર્શિવાદથી પૂ. જયરામદાસજી મહારાજના હસ્‍તે  ૧ કરોડ મંત્ર લેખન કરનારા ૧પ ભાવિક ભાઇઓ-બહેનોનું સદ્‌્‌ગુરૂદેવ શ્રી પૂ. હરિચરણદાસજી મહારાજના લેમીનેશન કરેલ ફોટો તથા શાલ અર્પણ કરીને સન્‍માન કરાયુ હતું. તેમ શ્રીરામ પુસ્‍તકાલય વતી ગોંડલનાં ધીરજલાલ આર. બુધ્‍ધદેવએ જણાવ્‍યું છે.

ગોકુળીયા ગોંડલમાં કાશી વિશ્વનાથ રોડ ઉપર આવેલ શ્રી રામજી મંદિરમાં પ્રવેશદ્વાર પાસે શ્રી રામ પુસ્‍તકાલય સતત ૧૮ વર્ષથી કાર્યરત છે. જે પરમ પુજય ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી હરિચરણદાસજી મહારાજશ્રીના વરદ હસ્‍તે તા.૧૩/૨/૨૦૦૬ ના રોજ આ શ્રી રામ પુસ્‍તકાલયની સ્‍થાપના કરવામાં આવી હતી. જે રાજકોટવાળા પુજય મહારાજશ્રીના સેવક શ્રી દિપેશભાઇ રાજદેવના અનેરા યોગદાનથી પુજય મહારાજશ્રીના શુભ હસ્‍તે આ શ્રી રામ પુસ્‍તકાલયનો પ્રારંભ કરવામાં આવેલ છે. આ પુસ્‍તકાલયને ચાલુ કરવામાં શ્રી દિપેશભાઇ રાજદેવ, શ્રી મનુભાઇ કારેણા, શ્રી ધીરૂભાઇ આર. બુધ્‍ધદેવ વિગેરેએ પૂરી  જહેમત ઉઠાવેલ. આજ પણ  તેમના ઉપરાંત મોહનભાઇ વેકરીયા, શ્રી દેવભાઇ, દિલીપભાઇ કોટેચા સહિતના નામી-અનામી દાતાઓના સહયોગથી પુસ્‍તકાલય વધુ ને વધુ સમૃધ્‍ધ બની રહ્યું છે. આ બધા યોગદાન આપી રહયા છે.

જીવન જીવવા માટે શ્વાસની જરૂર છે. સબંધ ટકાવવા વિશ્વાસની જરૂર છે. એમ સારૂ સંસ્‍કારી જીવન જીવવા માટે સારા પુસ્‍તકોનું વાંચન પણ ખુબ જરૂરી છે. જે જે જીવનનું ચણતર કરે, માનવ ઘડતર કરે, ચારિત્રય ઘડે, સારા વિચારો આત્‍મસાત કરે, એવું આપણને જોઇએ છે. ત્‍યારે આ પુસ્‍તકોનું વાંચન પણ એટલું જ અગત્‍યનું છે. સારા પુસ્‍તકો આપણા જીવનમાં હેન્‍ડ, ફિલોસોફર અને ગાઇડની ત્રિવિધ ભૂમિકા ભજવે છે. સારા પુસ્‍તકોનાં વાંચનથી સંસ્‍કારો ઉજળા બને છે. આજના સમયમાં ટીવી, મોબાઇલ, કોમ્‍પયુટર જેવા સાધનોને લીધે માણસોનું વાંચન ઓછુ થઇ ગયું છે. તેમ છતાં આજ ૧૮ વર્ષ પુરા થતા શ્રી રામ પુસ્‍તકાલયનો વાંચકવર્ગ પણ સારો છે, બાળકોને પણ સારા સંસ્‍કાર સિંચનનું ભાથુ ભરવા માટે સારા પુસ્‍તકોનું વાંચન  આપવું જોઇએ.

શ્રી રામ પુસ્‍તકાલયનો પ્રારંભ પ્રથમ ૩૭૪ પુસ્‍તકોથી શરૂઆત થયેલ. શુન્‍યમાંથી સર્જન થયેલ આ પુસ્‍તકાલયમાં આજ ૨૦૦૦ થી વધારે પુસ્‍તકો ગ્રંથો છે. ગોંડલના ગોૈરવ જેવા સર ભગવતસિંહજીના ગોંમંડલના નવ ભાગ વાંચન માટે સોનામાં સુંગધરૂપ સમાન છે. શ્રી રામચરિત માનસ, શ્રીમદ ભાગવત, વાલ્‍મીકી રામાયણ, યોગ વરિષ્‍ઠ રામાયણ, શ્રીમદ ભાગવત ગીતા વિગેરે ગ્રંથો સાથે પુજય પાંડુરંગ શાષાી, વૈષ્‍ણવ સંપ્રદાય, સ્‍વામીનારાયણ સંપ્રદાય, જૈન દર્શન, ગાયત્રી પ્રજ્ઞાપીઠ પૂજય શ્રી રણછોડદાસજી મહરાજના જીવન આધારિત ત્‍થા તેમની ગુરૂદેવશ્રી સંન્નિધિને ભાગ  ૧ થી ૬ અહૈતુક કૃપા, નિત્‍ય સ્‍વાધ્‍યાય, શ્રી માનવદૃષ્‍ટિ, સુધા સરિતા વિગેરે વિગેરે પુસ્‍તકો અહીં વાંચવા મળે છે.

જીવન રૂપી ખેતરમાં સહાય રૂપી બીજની વાવણી કરવાથી શ્રેષ્‍ઠ કર્મોનું ફળ મળે છે. સારા વિચારોના નિર્માણમાં સારા સાહિત્‍યનું વિશેષ મહત્‍વ હોય છે.

શ્રીરામ પુસ્‍તકાલયના વિકાસ માટે મહંતશ્રી જયરામદાસજી મહારાજશ્રીનું માર્ગદર્શન-યોગદાન પણ મળ્‍યું છે. શ્રીરામ પુસ્‍તકાલયનું સ્‍થાપના સમયથી આજે પણ મનુભાઇ કારેણા (મો. ૯૪૦૯૦ ૧પ૪૯૩) ફ્રી સેવા આપી સંચાલન કરી રહ્યા છે.

આ શ્રીરામ પુસ્‍તકાલયમાં વાંચન થશે સાથે શ્રી રામનામ મંત્રલેખનનો એપ્રિલ ર૦૦૯ થી રામેશ્વર સત્‍સંગ મંડળ વાળા શ્રી રમેશભાઇ પટેલના સહયોગથી રામ નામ મંત્ર લેખનની પ્રવૃતિ સારી ચાલી રહે છે. આજ ૪૮૦૦ જેટલા સભ્‍યો છે. અત્‍યાર સુધીમાં કરોડો મંત્ર લેખન થયેલ છે.

વિશેષમાં ૧ કરોડથી વધુ લેખન કરનાર વ્‍યકિતને અમુક સમયે કાર્યક્રમ યોજાય ત્‍યારે પુજય મહારાજશ્રીના હસ્‍તે આશીર્વાદ સાથે સન્‍માન થતું રહ્યું છે. 

કળીયુગમેં કેવલ નામ એક આધાર રામ નામ મંત્રલેખનથી જીવનમાં અનેરી શાંતિ મળે છે. ૧ કરોડ મંત્રલેખન વાળાનું ર૦૧પ માં પ્રથમ સત્‍કાર સમારંભમાં કુલ ૧૭ તેમજ ર૦૧૮ સાલમાં કુલ ૧પ તેમજ ર૦ર૦ ની સાલમાં કુલ રર તેમજ ર૦ર૩ ની સાલમાં કુલ ર૦ તેમજ છેલ્લે આ ચાલુ સાલમાં તા. ૧૪-૪-ર૦ર૪ ના રોજ પંચનું સત્‍કાર સમારંભમાં ૧પ ભાઇ-બહેનોનું   મહંત શ્રી જયરામદાસજી મહારાજશ્રીના હસ્‍તે શાલ ઓઢાડી તેમજ સદ્‌્‌ગુરૂદેવશ્રીની છબી ત્‍થા અન્‍ય પુસ્‍તકો ભેટ આપી  સન્‍માન  કરવામાં આવેલ. 

વધુ વિગત માટે  ધીરજલાલ રામજીભાઇ બુધ્‍ધદેવ ગોંડલ, મો. ૮૧૪૦૦ ૭૮૩૬૦  (પ-૮)

કોનું કોનું સન્‍માન થયુ   

નામ                     ગામ    કેટલા મંત્ર

શ્રી લશ્‍કરી તુલસીદાસ મનહરદાસ         કોથીથડ ૧ કરોડ ત્રીસ લાખ

શ્રી નાગજીભાઇ આંબાભાઇ પટેલ          ૧ કરોડ

શ્રી ભરતભાઇ રામજીભાઇ બુધ્‍ધદેવ        ગોંડલ  ૧ કરોડ

શ્રી પિત્રોડા લવજીભાઇ હરજીભાઇ ગોંડલ  ૧ કરોડ

શ્રી મખુભા ડી. ઝાલા                      ગોંડલ  ૧ કરોડ વીસ લાખ

  કલાબેન કિશોરભાઇ ઠાકર               રાજકોટ ૧ કરોડ

શ્રી આંબાભાઇ મોહનભાઇ ભાલાળા        મોવિયા ૧ કરોડ

શ્રીમતી મકવાણા ચંદ્રીકાબેન              ગોંડલ  ૧ કરોડ પાંચ લાખ

દિવ્‍યાબેન ભુપેન્‍દ્રભાઇ નિરમળ            ગોંડલ  ૧ કરોડ પાંચ લાખ

શ્રીમતી નિર્મળાબેન મનસુખભાઇ દોંગા    ગોંડલ  ૧ કરોડ પાંચ લાખ

પોપટ ભારતીબેન વૃજલાલ               રાજકોટ ૧ કરોડ

શ્રીમતી જયોતિબેન નટુભાઇ ટાંક રાજકોટ ૧ કરોડ પાંચ લાખ

ઉમંગભાઇ રાજેશભાઇ રાઠોડ              ગોંડલ  ૧ કરોડ

શ્રીમતી મનિષાબેન મનોજભાઇ વ્‍યાસ    ગોંડલ  ૧ કરોડ

શ્રીમતી નયના ભાનુભાઇ તંતી            ગોંડલ  ૧ કરોડ

(3:10 PM IST)