<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

ગોંડલ યાર્ડમાં 17556 બોક્સ કેસર કેરીની આવક: 10 કિલો બોક્સનો ભાવ 1200 થી 1800 રૂપિયા :સૌથી ઊંચો ભાવ 2400 સુધી પહોંચ્યો

હાફૂસ, રાજાપુરી અને કેસર મળીને કુલ 17,893 બોક્સ કેરીની આવક:સૌથી વધારે 17556 બોક્સ કેસર કેરીની આવક થઇ :ગઈકાલે યાર્ડમાં 15573 કેસર કેરીના બોક્સની આવક હતી

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે હાફૂસ, રાજાપુરી અને કેસર મળીને કુલ 17,893 બોક્સ કેરીની આવક થઈ હતી. જે પૈકી સૌથી વધારે 17556 બોક્સ કેસર કેરીની આવક રહી હતી. ગઈકાલે યાર્ડમાં 15573 કેસર કેરીના બોક્સની આવક રહી હતી.

  ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 1200 થી 1800 રૂપિયા રહ્યો હતો. જેમાં સૌથી ઊંચો ભાવ 2400 સુધી પહોંચ્યો હતો.

હાફુસ કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 1600 થી 1900 રૂપિયા બોલાયો હતો.જેમાં સૌથી ઊંચો ભાવ 2200 સુધી પહોંચ્યો હતો.

રાજાપુરી કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 400 થી 550 રૂપિયા બોલાયો હતો. જેમાં સૌથી ઊંચો ભાવ 700 સુધી પહોંચ્યો હતો.

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 17556 બોક્સની આવક થઈ હતી.

હાફુસ કેરીના 22 બોક્સની આવક થઈ હતી.

રાજાપુરી કેરીના 312 બોક્સ કેરીની આવક થઈ હતી.

(8:03 PM IST)