<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th May 2024

મોરબીમાંથી ઈનોવા કાર ચોરી મામલે પાસ આગેવાનના પુત્રની ધરપકડ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઇનોવા કાર અને ૧૨ હજાર રોકડા અને અન્ય ચાર ગાડીઓની ચાવી ચોરવાના કેસમાં ઇનોવા ગાડી હળવદના ટીકર ગામેથી રેઢી મળી આવ્યા બાદ સીસીટીવીના ફૂટેજના આધારે બુરખો પહેરી કાર ચોરીના આ બનાવમાં પોલીસે મોરબી પાસ આગેવાનના પુત્રને ઝડપી પાડ્યો છે.

   મોરબીના લીલાપર કેનાલ રોડ પ્લેટિનિયમ હાઈટના પાર્કિંગમાંથી ઇનોવા કારની ચોરી થતા દીપકકુમાર ધનજીભાઈ દેત્રોજાએ ગત તા. ૯ ના રોજ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જે બાદ પોલીસે તપાસ દરમિયાન કારમાં ફિટ થયેલા જીપીએસના આધારે કાર હળવદના ટીકર નજીકથી રેઢી હાલતમાં મળી આવી હતી પરંતુ કારમાં રાખેલ ૧૨ હજાર રોકડા તેમજ અન્ય ચાર ગાડીની ચાવી પણ ચોરી કરતો શખ્સ સીસીતીવીમાં કેદ થયો હતો તો ઓળખ છુપવવા તસ્કરે બુરખો પહેરી ચોરીને અંજામ આપ્યો હતો.જે મામલે પોલીસે તપાસ દરમિયાન રાજભાઈ નિલેશભાઈ એરવાડીયા(,રહે. અવની ચોકડી પાસે વૃંદાવન પેલેસ ફ્લેટવાળા0ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે તો રાજના પિતા પાટીદાર અનામત આંદોલન સમયે અગ્રણીની ભૂમિકામાં હતા અને તેમના પુત્રનું કાર ચોરીમાં નામ બહાર આવતા ચકચાર મચી છે.

(12:53 AM IST)