<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th May 2024

જામનગરની પ્રખ્યાત નેશનલ હાઈસ્કુલનું ધો. ૧૨ની પરીક્ષાનું ૬૫.૬૩% ઝળહળતું પરિણામ

જામનગર:ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ 2024માં લેવાયેલી એચ.એસ.સી. ધો ૧૨ની સામાન્ય પ્રવાહ પરીક્ષામાં શહેરની ખૂબ જ જાણીતી નેશનલ હાઈસ્કુલમાં અભ્યાસ કરતા રેગ્યુલર ૯૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે પૈકી ૬૩ વિદ્યાર્થીઓ ઊતીર્ણ થતા શાળાનું ૬૫.૬૩% પરિણામ આવ્યું છે. તેમજ ધો. ૧૨ ની વિજ્ઞાન પ્રવાહ શાખામાં રેગ્યુલર ૩૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે પૈકી ૨૬ વિદ્યાર્થીઓ ઊતીર્ણ થતા શાળાનું ૬૬.૬૭% પરિણામ આવ્યું છે.
   નેશનલ હાઈસ્કુલમાં અભ્યાસ કરતા ગંઢા ગૌતમ રજનીભાઈ સેક્રેટરિયલ પ્રેક્ટિસ વિષયમાં ૧૦૦ માં થી ૧૦૦ ગુણ મેળવ્યા છે.  
   જામનગર એજ્યુકેશન સોસાયટી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી-પ્રમુખ  બિપીનભાઈ ઝવેરી અને ટ્રસ્ટીગણે શાળાના આચાર્ય ,શિક્ષકગણ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા છે. ઊતીર્ણ થયેલ વિદ્યાર્થીનીઓને ઉચ્ચ અભ્યાસ અને યશસ્વી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી છે.

(12:59 AM IST)