તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 15th May 2024
મોરબી : શુક્રવારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ શાળાએથી વિતરણ કરાશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદી જણાવે છે કે માર્ચ ૨૦૨૪ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ ૨૦૨૪ નં પરિણામ બોર્ડની વેબસાઈટ પર તા. ૦૯ ના રોજ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું અને માર્ચ ૨૦૨૪ ના ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ગુણ પત્રકો, એસ.આર અને પ્રમાણપત્રો તેમજ ગુજકેટ ૨૦૨૪ ના ગુણપત્રકો તેમજ એસ.આર જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે તા. ૧૫ ના રોજ બોર્ડ કચેરીથી રવાના કરવામાં આવશે
જીલ્લા શિક્ષણાધિકારીએ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ગુણ પત્રકો, એસ.આર અને પ્રમાણપત્રો તેમજ ગુજકેટ ૨૦૨૪ ના ગુણપત્રકો તેમજ એસ.આર વિતરણ કરવા અંગેનું આયોજન કરી તા. ૧૬ ના રોજ જીલ્લાની વિજ્ઞાન પ્રવાહની શાળાઓને પરિણામ વિતરણ થઇ જાય તે મુજબ તમામ વ્યવસ્થા ગોઠવવી રાજ્યની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોએ પોતાની શાળાનું પરિણામ મુખ્ય્ત્યારપત્ર રજુ કરી જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નિયત થયેલ સમયે અને સ્થળેથી મેળવી લેવામાં ર્હેહ્શે અને શાળાઓએ તા. ૧૭ મેના રોજ વિદ્યાર્થીઓને પરિણામ વિતરણ કરવાનું રહેશે
ગુજરાત બોર્ડ સિવાય અન્ય બોર્ડના ઉમેદવારોની ગુજકેટ ૨૦૨૪ પરીક્ષાની માર્કશીટ તપાસ (BY POST) દ્વારા મોકલી આપવામાં આવશે જેની શાળાના આચાર્ય, વાલીઓ, વિદ્યાર્થીઓ અને તમામ સંબંધિતોએ નોંધ લેવા જણાવ્યું છે.
(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
