<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

કચ્‍છના રણમાં ધીંગાણું: ફાયરિંગથી ઘાયલ જોધપર વાંઢના દિનેશના મોતથી બનાવ હત્‍યામાં પલ્‍ટાયોઃ ૧૭ આરોપી સકંજામાં

ઘુડખર રણ જોધપરવાંઢ વિસ્‍તારમાં મીઠાના કારખાનાની જગ્‍યા ખાલી કરવા મામલે ૧૭ શખ્‍સોએ હુમલો કરી બંદૂકથી ભડાકા કરતાં કાનમેરના ૩૩ વર્ષના દિનેશ કોલીને માથામાં ગોળી ખુંપી ગઇ હતીઃ રાજકોટમાં દમ તોડતાં અરેરાટીઃ મગનભાઇ ગોહીલની ફરિયાદ પરથી સામખીયાળી પોલીસે ૧૭ જણા સામે ગુનો નોંધ્‍યો હતો

તસ્‍વીરમાં મૃતક તથા તેનો ફાઇલ ફોટો તથા બનાવ જ્‍યાં બન્‍યો તે નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા - વિનોદ ગાલા, ભુજ)

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૫ : કચ્‍છના રણમાં થયેલ ધીંગાણામાં ફાયરીંગથી ઘાયલ જોધપર વાંઢના દિનેશ કોલીના મોતથી બનાવ હત્‍યામાં પલ્‍ટાયો છે. ૧૭ આરોપી સામે ફરિયાદ બાદ ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

સોમવારે થયેલ ધિંગાણા અંગે કાનમેર ગામના મગનભાઈ સુજાભાઇ ગોહિલે પોલીસ ફરિયાદ કરી છે. જે અનુસાર તેઓ ૧૧ જણાં શિકારપુર મીઠાના કારખાના ઉપર ગયા હતા તે દરમિયાન સાંજે સાડા ચાર વાગ્‍યાના આરસામાં આરોપી ભરત દેવા ભરવાડ, ભરત રવા વાઘેલા, સબરા પાલા વાઘેલા, દેવા કરશન ડોડીયા, ઈશ્વર રજપુત, શક્‍તિ ડાયા ડોડીયા, બળદેવ ગેલા રજપુત, રાયધણ ઉસેટીયા, વિજય રાયધણ ઉસેટીયા, કાજા અમરા રબારી, વિરમ રબારી, સતીષ કલા ભરવાડ, લખમણ દેવા ભરવાડ, અજા ટપુ ભરવાડ, રૂપા ટપુ ભરવાડ, થાવર આંબા રબારી અને સવા રતના રબારી ફોર્ચુનર, સ્‍વીફટ, ક્રેટા અને બે બોલેરો ગાડી લઈને આવ્‍યા હતા. બંદૂક, ધારિયા અને ધોકા સાથે આવેલા આરોપીઓએ મીઠાના જુના કારખાના વાળી જગ્‍યા ખાલી કરી દેવાનું કહી ધમકી આપ્‍યા બાદ ત્રણ આરોપીઓએ ફાયરીંગ કર્યું હતું. જેમાં ફરિયાદી સાથે આવેલ દિનેશ કોલીને માથાના ભાગે, મુકેશ બેચરા અને રમેશ હઠા ભરવાડને પગના ભાગે તેમજ વલીમામદને નાકના ભાગે ગોળી લાગતા ઈજાઓ પહોચી હતી. દિનેશને માથામાં ગોળી વાગી હતી. જેનુ રાજકોટમાં મોત થયું છે.

દિનેશને સારવાર માટે બાઈક પર લઇ જવા રણ માર્ગે તેઓ જઈ રહ્યા હતાં ત્‍યારે આરોપીઓએ બોલેરો ગાડી બાઈક પર ચડાવી હત્‍યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો. હિંસક ધિંગાણામાં ઘાયલ થયેલા ચાર લોકોને સામખિયાળી અને ગંભીર ઈજા પામેલ એકને રાજકોટ સારવાર માટે ખસેડાયો છે. હાલ સમગ્ર મામલે સામખિયાળી પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્‍યાનો પ્રયાસ સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો છે. જોકે ભારે ચકચારી આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓ હજી ફરાર છે. પોલીસ તેમને શોધી રહી છે.

આ બનાવ અંગે મગનભાઇ સુજાભાઇ જાતે ગોહિલએ ફરિયાદ કરીને ભરત દેવા ભરવાડ - ગામ. કાનમેર તા. રાપર જી. કચ્‍છ પૂર્વ - ગાંધીધામ, ભરત રવા વાઘેલા - ગામ કાનમેર તા. રાપર જી. કચ્‍છ પૂર્વ ગાંધીધામ, સબરા પાલા વાઘેલા - કાનમેર તા. રાપર જી. કચ્‍છ પૂર્વ ગાંધીધામ, દેવા કરશન ડોડીયા - કાનમેર તા. રાપર જી. કચ્‍છ પૂર્વ ગાંધીધામ, ઇશ્વર રજપૂત - કીડીયાનગર તા. રાપર જી. કચ્‍છ પૂર્વ - ગાંધીધામ, શકિત ડાયા ડોડીયા - કાનમેર તા. રાપર જી. કચ્‍છ પૂર્વ ગાંધીધામ, બળદેવ ગેલા રજપૂત - કાનમેર તા. રાપર જી. કચ્‍છ પૂર્વ ગાંધીધામ, રાયધણ ઉસેટીયા - ગામ સાઇ તા. રાપર જી. કચ્‍છ પૂર્વ ગાંધીધામ, વિજય રાયધણ ઉસેટીયા - સાઇ તા. રાપર - જી. કચ્‍છ પૂર્વ -ગાંધીધામ, કાજા અમરા રબારી - શીકરપુર, તા. ભચાઉ જી. કચ્‍છ પૂર્વ ગાંધીધામ, વિરમ રબારી  - ચિત્રોડ તા. રાપર જી. કચ્‍છ પૂર્વ ગાંધીધામ જેઠાસરી, સતીશ કલા ભરવાડ કાનમેર તા. રાપર જી. કચ્‍છ પૂર્વ ગાંધીધામ, લખમણ દેવા ભરવાડ - કાનમેર તા. રાપર જી. કચ્‍છ પૂર્વ ગાંધીધામ, અજા ટપુ ભરવાડ કાનમેર તા. રાપર જી. કચ્‍છ પૂર્વ ગાંધીધામ, રૂપા ટપુ ભરવાડ - કાનમેર તા. રાપર જી. કચ્‍છ પૂર્વ ગાંધીધામ, થાવર આંબા રબારી - કાનમેર તા. રાપર જી. કચ્‍છ પૂર્વ - ગાંધીધામ, સવા રત્‍ના રબારી - કાનમેર તા. રાપર, જી. કચ્‍છ પૂર્વ - ગાંધીધામ સામે ફરિયાદ કરી છે

(11:37 AM IST)