<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

હળવદ ડિવિઝનના ઇલેકિટ્રક આસિસ્‍ટન્‍ટનું વીજ પોલ પરથી પટકાતા મોત

સાપકડા ગામનો યુવાન સરા સબ ડિવિઝનમાં ફરજ બજાવતો હતોઃ એક વર્ષ પહેલા લગ્ન થયા'તાઃ મુળીના વીરપર ગામ પાસે બની દુર્ઘટના

(દીપક જાની દ્વારા) હળવદ,તા.૧૬:  પીજીવીસીએલના હળવદ ડિવિઝન હેઠળ આવતા સરા સબ ડિવિઝનમાં ઇલેક્‍ટ્રીક આસિસ્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવતા સાપકડા ગામના યુવાનનું મુળીના વીરપર પાસે વીજપોલ પરથી નીચે પટકાતા મોત નીપજયું છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા રાકેશભાઈ શીવાભાઈ ચાવડા (ઉં.વ.૩૧) સરા સબ ડિવિઝનમાં ઈલેક્‍ટ્રીક આસિસ્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવતા હતા. ત્‍યારે ગઈકાલેᅠ સવારના દસેક વાગ્‍યાની આસપાસ મુળી તાલુકાના વીરપર ગામ પાસે સાગધ્રા ફીડરની લાઈટ રીપેરીંગ કરી રહ્યા હતા. તે વેળાએ વીજપોલ પરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોય જેથી તેઓનું મોત નીપજયું હતું.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક રાકેશભાઈ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા હોય અને તેઓને એક ભાઈ અને બે બહેનો હતા.જેમાં સૌથી મોટા રાકેશભાઈ હતા. તેઓના લગ્ન પણ એકાદ વર્ષ પહેલા જ થયા હતા. તેઓના અકાળે અવસાનથી પરિવારમાં પણ કાળો કલ્‍પાન્‍ત છવાયો છે.

(10:39 AM IST)