News of Thursday, 16th May 2024
જૈનોની તાલધ્વજ નગરી તળાજામાં સાત દિવસ સુધી ધાર્મિક જલસા
શ્રીચિંતામણી ભગવાનના જિનાલયને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા હોય ભવ્ય ઉજવણી

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર તા.૧૬ : તળાજા નગર ઐતિહાસિક નગર તરીકે ઓળખાય છે ભક્ત કવિ નરસિંહ મહેતાની આ જન્મભૂમિ છે તો અહીં ભગવાન સ્વામિનારાયણ સ્વયં પગલા કરી ગયા છે. તળાજા ને સમસ્ત ભારતનો જૈન શ્વેતાંબર સમુદાય શ્રી તાલધ્વજગિરી તીર્થક્ષેત્ર તરીકે પૂજે છે. શ્રી શેત્રુંજય પર્વતમાળા નો એક અવિભાજ્ય ભાગહોય તેથી આ પર્વત પર પણ અગણિત પુણ્યત્માઓએ મોક્ષ પ્રાપ્તકર્યો હોવાથી તાલધ્વજ નગરી અને અહીં શોભતો તાલધ્વજગીરી પર્વતનું અનેરું મહત્વ છે.
ડુંગરપર આવેલ શ્રી સુમતીનાથ પ્રભુના જિનાલય નો ૨૦૦ મી વર્ષગાંઠ થોડા વર્ષો પહેલા ગામ સમસ્ત ના સહકાર થી ઉજવ્યા બાદ હવે શ્રી ચિંતામણીપાર્શ્વનાથ નું શિખરબંધ જિનાલય એકસો વર્ષપૂર્ણ થતાં હોય વિજય દર્શન સૂરીશ્વરજી મહારાજની મિશ્રામાં આઠ દિવસનો ભવ્ય મહોત્સવ ઉજવવાનું આયોજન થયું છે.
શ્રી ચિંતામણી ભગવાન પ્રાચીન પ્રતિમા નજીકના સાકડાસર ગામે ખેતરમાં ખોદકામ કરતાં મળી આવેલ હતી.જેને લઈ જિનાલય મા મૂળ નાયક તરીકે વિ. સં.૧૯૮૦ ના વૈશાખસુદ ૧૦ ના દિવસે પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી.જેને ૧૦૦ વર્ષ થતા હોય ઉજવણી ના ભાગ રુપે તા.૧૬ ને ગુરુવાર સવારે ૭૦૦ કલાકે શ્રી વિજયશીલચંદ્રસુરીજી મ.સા ના વાજતે ગાજતે સામૈયા સાથે નગર પ્રવેશ કરાવવામાં આવશ.
ત્યારબાદ સવારે ૮ કલાકે સકળ સંઘ નૌકારશી,૯ કલાકે કુંભ સ્થાપના સહિતના ધર્મીક કાર્યક્રમો યોજાશે.
તા.૧૭ શુક્રવારે સવારે ૯ કલાકે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય માં બિરાજતા જીન બીંબોના ૧૮ અભિષેકનું મંગળવિધાન,રાત્રે ૮ કલાકે ભાવના, ધ્વજા ના ચડાવા થશે.તા ૧૮ ને સવારે ૭.૪૫ કલાકે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદા ના જિનાલયના શિખર ઉપર શતાબ્દી વર્ષની ધ્વજા આરોહણ.સાંજે ૭.૩૦ કલાકે માં પૂજા ભાવના ગિરિરાજ ઉપર થશે.તા.૨૨ને બુધવાર સુધી સવારે અને રાત્રી દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
આ જન્મોત્સવ અવસરે તળાજા ના જૈન પરિવારના સભ્યો બહેન દીકરીઓ તોહીજનો રાજ્ય અને દેશમાં અલગ અલગ સ્થળે સ્થાયી થયા હોય તે તમામ ધર્મોત્સવ નો લાભ લેવા માટે ખાસ હાજરી આપશે.

(11:03 AM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 