News of Thursday, 16th May 2024
મોરબીના રંગપર ગામે વીજળી પડતા ખેતમજૂરનું મૃત્યુ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૬: મોરબી જિલ્લામાં ગઈકાલે અચાનક હવામાનમાં બદલાવ આવ્યા બાદ કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં મોરબીના રંગપર ગામની કરાર તરીકે ઓળખાતી સીમમાં હરજીવનભાઈ પટેલની વાડીએ કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ઈશ્વરભાઈ કનુભાઈ ખરાડીયા ઉ.૧૯ નામના યુવાન ઉપર વીજળી પડતા મળત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મળત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
