News of Thursday, 16th May 2024
ટીસીનો જીવતો વાયર ભુલથી પડકાઇ જતાં વાયરમેનને કરંટ લાગતાં દાઝ્યા
લાલપુરના ગજણા ગામના શાંતિલાલ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૧૬: જામનગરના લાલપુર પાસેના ગજણા ગામે રહેતાં વાયરમેન શાંતિલાલ નાનજીભાઇ ડેડકીયા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધ ગજણા ગામની પોતાની વાડીએ હતાં ત્યારે ટ્રાન્સફોર્મરનો વાયર નીકળી ગયો હોઇ તે રિપેર કરવા જતાં એક તરફનો જીવતો વાયર ભુલથી હાથમાં પકડાઇ જતાં કરંટ લાગતાં દાઝી જતાં સારવાર માટે જામનગર હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ધર્મેન્દ્રભાઇ હુદડે લાલપુર પોલીસને જાણ કરી હતી. શાંતિલાલ વાયરમેન તરીકે કામ કરે છે અને સંતાનમાં ત્રણ પુત્રી તથા એક પુત્ર છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
