<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

વાંકાનેરના અગાભી પીપળીયામાં વિજળી પડતા ૭ બકરાના મોત

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૬: વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વીજળી પડતા ૭ બકરાના મોત નિપજયા હોવાનો બનાવ સામે આવ્‍યો છે. આ ઉપરાંત વાડી વિસ્‍તારમાં અનેક જગ્‍યાએ પતરા પણ ઉડયા હતા વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. આ વેળાએ ગામના સિમ વિસ્‍તારમાં વીજળી પડવાથી મૈસૂરભાઇ હુકાભાઇના ૭ જેટલા બકરાના મોત થયા છે. આ સાથે વાડી વિસ્‍તારમાં અમુક જગ્‍યાએ પતરા સહિતની વસ્‍તુઓ ઉડી ગઇ હતી. તેમ ગામના આગેવાન શિવરાજસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું.

(11:15 AM IST)