તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 16th May 2024
પોરબંદરના બરડા પંથકમાં વીજળી ત્રાટકતા ભોગ લેવાયેલા ર વ્યકિતઓના પરિવારજનોને વળતર ચુકવવા માંગણી
ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવનથી જમીન દોસ્ત થયેલા વીજ થાંભલાઓનું તાત્કાલીક સમારકામ કરાવવા રામદેવભાઇ મોઢવાડીયાની તંત્રને રજુઆત

પોરબંદર તા.૧૬ : બરડા પંથકમાં આકાશી વીજળીને કારણે મૃત્યુ થયેલ ર વ્યકિતઓના પરિવારજનોને વળતર ચુકવવા તેમજ મીની વાવાઝોડાને કારણે અનેક વાયરો અને વીજપોલ જમીન દોસ્ત થઈ ગયા હોવાથી તાત્કાલિક સમારકામની થઈ રજૂઆત અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ તંત્રને કરી છે.
વડાળા ગામના બાલુભાઈ કારાભાઈ ઓડેદરા નામનો ૩૦ વર્ષનો યુવાન શિશલી ગામે વાડી વિસ્તારમાં હતો ત્યારે વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા હતા અને અચાનક વીજળી પડતા તેનું મોત થયું હતું. તેના મળતદેહને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે લાવવામાં આવ્યો હતો ત્યારે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા અને નરેશભાઈ થાનકી સહિત આગેવાનો દોડી ગયા હતા અને પોસ્ટમોટમ સહિતની કાર્યવાહી થઇ હતી તેઓએ જણાવ્યું હતું કે સરકારે વીજળીના બનાવમાં મળત્યુ પામેલ યુવાનના પરિવારને તાત્કાલિક વળતર ચૂકવવું જોઈએ તેવી માંગણી થઇ છે.
સોઢાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા જીવાભાઇ કારાવદરા નામના ૬૦ વર્ષના વળદ્ધ અને તેમના પુત્ર મુકેશ વાડી વિસ્તારમાં હતા ત્યારે વરસાદ પડી રહ્યો હતો તેથી ઢાળિયામાં બેઠા હતા અને વરસાદ ઓછો થતાં પિતા પુત્ર બહાર નીકળ્યા ત્યારે અચાનક જ વીજળી પડતા જીવાભાઇ કારાવદરા ને ગંભીર ઇજા થતા તેના પુત્ર મુકેશભાઈ તેને સારવાર માટે તાત્કાલિક અડવાણા ની સરકારી હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર સોલંકી તપાસ કરી હતી અને જીવાભાઇ કારાવદરા નું મોત નીપજ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાં પણ રામદેવભાઈ મોઢવાડિયા તથા નટવર નગરના યુવા આગેવાન કાળુભાઈ ગોઢાણીયા વગેરે દોડી ગયા હતા.
હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે વીજળીને કારણે પોરબંદર જિલ્લામાં એક જ દિવસમાં બબ્બે લોકોના ભોગ લેવાયા છે ત્યારે વહેલી તકે સરકારે તેઓના પરિવારજનોને વળતર ચૂકવી આપવું જોઇએ તેવી માંગણી કરી છે.
પોરબંદરના બરડાં પંથકમાં મીની વાવાઝોડા જેવું વાતાવરણ ઊભું થયું હતું અને પવન સાથે તોફાની વરસાદ વરસ્યો હતો જેમાં અડવાના સોઢાણા શીશલી ફટાણા ખાંભોદર સહિતના વિસ્તારોમાં અને બદલા પંથકના ગામડાઓમાં પવનને કારણે અનેક જગ્યાએ વીજ વાયરો ધરાશાહી થઈ ગયા છે તો કયાંક વળક્ષો પણ જમીનદોસ્ત બની ગયા છે બગવદર નજીક પુલની રેલિંગને પણ નુકસાન થયું છે. હજુ તો ઉનાળો પૂર્ણ થયો નથી ત્યાં પોરબંદરના બરડા પંથકમાં અચાનક વરસેલા વરસાદને કારણે અને તોફાની પવનને કારણે મોટું નુકસાન થયું છે ત્યારે વીજ તંત્ર એ વહેલી તકે તેનું સમારકામ કરી આપવું જોઈએ તેવી માંગણી રામદેવભાઈ મોઢવાડિયા એ કરી છે.
હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે દર વર્ષે પોરબંદર જિલ્લામાં વીજળી પડવાને કારણે તથા પાણીના ઙ્કવાહમાં તણાવાના કારણે માનવ-પશુ મળત્યુના બનાવ બનતા હોય છે. આ અંગે આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ જેવા કે, જ્યારે ઘરની અંદર હોવ ત્યારે વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવું, તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો, બારી-બારણા અને છતથી દુર રહેવું, વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દુર રહેવું, ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો,વોશબેસીન વગેરેના સંપર્કથી દુર રહેવું જોઇએ.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
