<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

પોરબંદરના ૩પથી વધુ વિદ્યાર્થીઓ છબરડાનો ભોગ બન્‍યાઃ તમામ એક જ વિષયમાં ફેઇલ

સાયન્‍સ સેમેસ્‍ટર-૬ની યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડા સુધારવા વિદ્યાર્થી આગેવાનોની રજુઆત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૬ : એમ.ડી. સાયન્‍સ કોલેજના ૩પ થી વધુ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના પરીક્ષાના  છબરડાને લીધે આ તમામ વિદ્યાર્થીઓને એક જ વિષયમાં નાપાસ કરતા રોષ વ્‍યાપી ગયો છે.

એમ.ડી સાયન્‍સ કોલેજમાં ૩૫ થી વધુ વિધાર્થીઓને એક જ વિષયમાં યુનિવર્સિટી દ્વારા નાપાસ કરવામાં આવતા, ફરી એકવાર યુનિવર્સિટીના છબરડાઓ સામે વિદ્યાર્થીઓમાં રોષ વ્‍યાપી ગયો છે.  વિધાર્થી આગેવાન કિશનભાઇ રાઠોડ દ્વારા યુનિવર્સિટીમાં  રજૂઆત કરીને આ છબરડા સુધારવા માંગણી કરી છે. 

વિધાર્થીએ  જણાવેલ કે  હાલ જે સાયન્‍સ સેમેસ્‍ટર-૬ ના વિધાર્થીઓની પરિક્ષા લેવામાં આવી હતી જેમનુ પરિણામ હાલ થોડા દિવસ પહેલા જ યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકવામાં આવ્‍યું હતુ. પરંતુ આ જે પરિણામ યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકવામાં આવ્‍યું છે તે તમામ એમ.ડી.સાયન્‍સ કોલેજના  વિધાર્થીઓની આશાથી વિપરિત પરિણામા આવ્‍યું છે. જે પરિણામાથી તમામ વિધાર્થીઓ ચોકિંત થઇ ગયા હતા જે કોલેજમાં ટોપ કરતા હતા તેમનુ પરિણામ પણ વિપરિત આવતા કોલેજનાં પ્રોફેસરો પણ ચોંકી ઉઠયા હતા.

વિધાર્થીઓ દ્વારા વિધાર્થી આગેવાન કિશનભાઇ રાઠોડને આ બાબતની જાણ કરવામાં આવી હતી જે જાણી ટીમ સાથે તમામ વિધાર્થીઓને રૂબરૂ મળવા અને તેમની જે મુશ્‍કેલી છે તે જાણવા પહોંચી ગયા હતા. વિગત જાણતાં જાણવા મળ્‍યું છે કે યુનિવર્સિટીની જે પરિક્ષા સેમેસ્‍ટર-૬ ની લેવામાં આવી હતી કે પરિક્ષા પરિણામમાં વિધાર્થીઓ સાથે અન્‍યાય કરવામાં આવ્‍યો છે. જે પણ પરિણામ જાહેર કરવામાં આવ્‍યું છે.

યુનિવર્સિટી દ્વારા તેમાં કયાંક ને કયાંક યુનિવર્સિટીમાં કોઇ છબરડો થયો હોય તેવુ લાગી રહ્યું છે કેમ કે એક સાથે એક જ કોલેજનાં ૩૫ કરતા વધુ વિધાર્થીઓને એક જ વિષયમાં નાપાસ તેમજ માર્કસ ઓછા આપવામાં આવ્‍યા છે. યુનિવર્સિટીની ભુલ હોય કે કોઇ બીજુ કારણ હોય જેમને લીધે આજે આ તમામ વિધાર્થીઓ ચિંતા મુકાઇ ગયા છે. તમામ વિધાર્થીઓનુ કહેવુ છે અમે સારી રીતે પેપર લખ્‍યું છે છતા અમો બધાને માર્કસ એક સરખાં આપ્‍યાં છે.

વિદ્યાર્થી આગેવાને કિશનભાઇ રાઠોડ દ્વારા યુનિવર્સિટીમાં ટેલીફોનીક રજુઆત કરી હતી. તેમજ આ પરિણામની ફરી તપાસ કરી તમામ વિધાર્થીઓને સંતોષકારક પરિણામ મળી રહે તેવી રજૂઆત કરવામાં આવી હતી. એક વિધાર્થી નહિ પરંતુ એક સાથે ૩૫ વિધાર્થીઓને એક સાથે નાપાસ કરવા જે ગળે ઉતરતુ નથી આમા કયાંક ને કયાંક પેપર ચેકિંગમાં કોઇ બેદરકારી થઇ હોય  તેવુ લાગી રહ્યું છે.

(11:18 AM IST)