News of Thursday, 16th May 2024
ચોટીલા પંથકમાં કમોસમીના બીજા રાઉન્ડે સગીરાનો ભોગ લીધો
મોકાસરની ૧૭ વર્ષની સગીરા પર વિજળી પડતા મૃત્યુ

(હેમલ શાહ દ્વારા) ચોટીલા, તા.૧૬: વેસ્ટર્ન ડીસ્ટબન્સની અસરને કારણે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વૈશાખમાં અષાઢી માહોલ સર્જાયો છે.
બુધવારનાં આખા દિવસનાં અસહ્ય ઉકળાટ બાદ બપોર પછી કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદે વસવાનું શરૂ થયેલ છે.
લોકો માટે વરસાદ ગરમીમાં રાહાત આપનાર રહ્યો છે પરંતું જગતાત માટે ચિંતાજનક બની રહેલ છે.
વરસાદને કારણે મેઇન બજારમાં ચોમાસાની માફક પાણી વહેતા થયા છે અને હાલ પણ વરસી રહેલ છે.
બે દિવસ પહેલા પણ ચોટીલા પંથકમાં જોરદાર પવન વિજળીનાં કડકા ભડાકા અને કેટલાક સાથે ૧૭ મીમી વરસેલ હતો આજે ફરી વરસાદ પડતા ખેતીપાકને નુકશાની આવવાની પૂરી શકયતા છે.
મોકાસર ગામે કમોસમી વરસાદના કડકા ભડાકા ઘાતક બનેલ હતા જેમા વિજળી પડતા ૧૭ વર્ષિય આશાબેન મનસુખભાઇ વસાણીનું મરણ નિપજતા નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.ચોટીલા મારૂતિ નગરમાં એક નવા બની રહેલા મકાન ઉપર વિજળી પડતા નવા મકાનની દિવાલ ફાટી પડેલ હતી. વરસાદને કારણે શહેરમાં ચોમાસાની માફક પાણી વહેતા થયા હતા.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
