News of Thursday, 16th May 2024
બાબરા પંથકમાં મીની વાવાઝોડુ ફૂંકાયુ : પિયર આવેલ પરિણીતા ઉપર વિજળી પડતા સારવારમાં

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા. ૧૬ : બાબરા શહેર અને તાલુકા પંથકમાં ગઇ કાલે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વિજળીના કડાકા ભડાકા ચાલુ થયા બાદ અચાનક જોરદાર મિની વાવાઝોડું ફૂંકાયું હતું સાથે જોરદાર વરસાદ ચાલુ થયો હતો થોડી વારમાં બધુ વેરવિખેર કરી નાખ્યું હતું.
શહેરમા વૃક્ષો પાતળા વીજપોલ નળીયા સોલાર પેનલ ફરજા સહિત ઉડીયા હતા શહેરમા ૨૦ વધુ વિજ પોલ પડી ગયા હતા તેમજ શહેર વિસ્તાર અનેક સોસાયટીઓમાં વૃક્ષો પડી ગયા હતા બાબરા મા પિયરે આવેલી દીકરી ઉપર વિજળી પડતા પ્રથમ બાબરા બાદ આટકોટ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. શહેરમા મોટા ભાગના વિસ્તારોમાં ગત સાંજથી વિજળી ગુલ થઇ ગય હતી શહેરની ક્રિષ્નનગર સોસાયટીમાં મોટા વૃક્ષો પડી જતા રસ્તો બંધ થયો હતો.
બાબરાના પાંજરાપોળ સંસ્થા તેમજ સ્મશાનની દિવાલો પતરા ઉડી ગયા હતા મોટી નુકસાની થઇ હતી. ખેડૂતો અને પશુપાલકો, ભઠ્ઠા ચાલકોને પણ મોટી નુકસાની થઇ છે . ખેડૂતો સહિત પાંજરાપોળ સંસ્થા સ્મશાન સહિત જગ્યાએ નુકસાન થયું છે એ બાબતે બાબરા તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયાએ જણાવ્યું હતું કે બાબરાના ધારાસભ્ય સાંસદ સભ્ય રજુઆત કરી સર્વ કરી સહાયતા કરવા સરકાર પાસે માંગ કરી હતી.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
