<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

સાવરકુંડલા-લીલીયા પંથકમાં માવઠાથી પાકને નુકશાનઃ સહાય માટે મહેશ કશવાલાની માંગ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૧૬ :.. સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્‍ય મહેશ કશવાલાએ રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલને પત્ર પાઠવીને સાવરકુંડલા-લીલીયા તાલુકામાં માવઠાથી પાકને નુકશાન થતા સહાયની માંગ કરી છે.

તેઓએ વધુમાં જણાવ્‍યું છે કે  તા. ૧૪-પ-ર૦ર૪ ના રોજ સાવરકુંડલા-લીલીયા તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાક જેવા કે, ડુંગળી, તલ, બાજરો, કેરી,  તેમજ ઘાસચારાના પાકને નુકશાન થયેલ છે. તો આ બાબતે તાત્‍કાલીક સર્વે કરાવી નિયમો મુજબ ખેડૂતોને થયેલ નુકશાનની સહાય મળે તે માટેની જરૂરી તાત્‍કાલીક કાર્યવાહી કરવા અંતમાં માંગ કરી છે.

(1:46 PM IST)