<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

જુનાગઢમાં જુગાર રમતા ૩ શખ્‍સો રોકડ સાથે ઝડપાયા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૬: રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલ્‍યાના માર્ગદર્શન હેઠળ ટીમે દરોડો પાડયો હતો.

જુનાગઢ ખત્રીના ડેલા મટીયાણા દરબાર વાળી ગલીમાં  શેબાજ ઉર્ફે પપ્‍પુ કરીમભાઇ શેખ રહે.જુનાગઢ મચ્‍છીમાર્કેટ ઢાળ રોડ, અફઝલ હુશેનભાઇ પટેલ રહે.જુનાગઢ સેઝની ટાંકી પાસે ઝુલેલાલ શેરી, સીરાઝ સલીમભાઇ પરમાર રોકડ રૂ.૨૨.૯૦૦/- સાથે ધરપકડ કરી છે. આ કામગીરી એ ડીવી.પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. વી.જે. સાવજની સુચના મુજબ ગુન્‍હા નિવારણ યુનીટના પો.સબ.ઇન્‍સ.ઓ.આઇ. સીદી તથા એ.એસ.આઇ. સરતાજ સાંઘ, પો.હેડકોન્‍સ. કે.કે. રાઠોડ, પો.કોન્‍સ. રામભાઇ ચાવડા, સાજીદખાન બેલીમ, ભરતભાઇ ઓડેદરા, વિક્રમભાઇ છેલાણા, જીગ્નેશભાઇ શુકલા નરેન્‍દ્રભાઇ બાલસ, જુવાનભાઇ લાખણોત્રા તથા નીલેષભાઇ રાતીયા એ રીતેના પોલીસ સ્‍ટાફ નાઓએ સાથે રહી કામગીરી કરેલ છે.

(1:49 PM IST)