<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

હીટવેવની ચેતવણી વચ્‍ચે સોરઠમાં વરસાદી માહોલ, ભારે ઉકળાટ

લઘુતમ તાપમાનમાં ઘટાડો, માવઠાની શકયતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૬ : હીટવેવની ચેતવણી વચ્‍ચે સોરઠમાં વરસાદી માહોલ રહ્યો છે. જેના ભારે ઉકળાટ થઈ રહ્યો હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા છે.

બુધવારે જુનાગઢ સહિતના વિસ્‍તારોમાં બપોર બાદ પવન સાથે કોમોસમી વરસાદનું આગમન થયું હતું. આ પછી રાતભર ઉકળાટ અને બફારો રહ્યા બાદ આજે સવારે ગઈકાલની સરખામણીએ લઘુતમ તાપમાનનો પારો ૨.૭ ડિગ્રી નીચે ઉતરીને ૨૪.૪ ડિગ્રીએ સ્‍થિર થયો હતો. સાથે સાથે વાદળછાયુ વાતાવરણ પણ થઈ જતા બુધવારની માફક આજે પણ મોસમી વરસાદ થવાની શકયતા જોવાઈ રહી છે.

દરમિયાન સવારે વાતાવરણમાં ભેજનું ઙ્કમાણ ૭૩ ટકા રહ્યું હતું અને પવનની ઙ્કતિ કલાકની ઝડપ ૬. ૨ કિલોમીટરની રહી હતી.

હવામાન વિભાગે હિટવેવની ચેતવણી આપી હોય જેના પરિણામે આજે પણ જુનાગઢમાં મહત્તમ તાપમાન નો પારો ૪૨ ડિગ્રી ઉપર રહેવાની શકયતા છે.

(2:05 PM IST)