<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

મોરબીમાં પવનના સુસવાટાઃ કાળા ડીબાંગ વાદળાઃ ટંકારા પંથકમાં કરા પડયા

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ યથાવત

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૯: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર -કચ્‍છમાં મિશ્ર વાતાવરણ યથાવત છે. આવા વાતાવરણ સાથે આજે બપોરે મોરબીમાં જોરદાર પવન ફુંકાઇ રહ્યો છે અને કાળા ડીબાંગ વાદળા છવાઇ ગયા છે. ગમે ત્‍યારે વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ છવાયું છે.

જ્‍યારે ટંકારા અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં બપોરના સમયે કરા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

(6:01 PM IST)