<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

ભાવનગરમાં 41.1 ડિગ્રી ગરમી: બફારો પણ વધતા લોકો અકળાયા :હજુ હીટવેવની આગાહી

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: માવઠા બાદ ભાવનગરમાં બે દિવસની હીટવેવ ની આગાહી કરવામાં આવી છે.
ભાવનગરમાં ગરમીમાં વધારો થયો છે. બફારો પણ વધતા લોકો અકળાયા છે.
 આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન વધીને 41.1 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 28.0 ડિગ્રી રહેવા પામ્યું છે.  વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 29% રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ 8 કિ.મી .પ્રતિ કલાકની રહી છે.
શહેરમાં ગરમીમાં વધારો થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન ખાતા દ્વારા હજુ ભાવનગરમાં બે દિવસ હીટ વેવ ની આગાહી છે.

(6:56 PM IST)