<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ ભાઈ અંદરપાનો આજે ૪૭મો જન્મદિવસ

]ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ ભાઈ અંદરપાનો આજે ૪૭મો જન્મદિવસ છે. ટંકારાના એક કોમનમેન જેવું જીવન જીવતા કિરીટ ભાઈએ નાની ઉમરથી કાર્યકર તરીકે ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમનો જન્મ ટંકારા તાલુકાના નસીતપર ગામમાં થયો હતો. તેઓએ ભાજપના યુવા મોરચાના પ્રમુખ, ત્યાર બાદ ટંકારા સંગઠનમાં મહા મંત્રી તરીકેની જવાબદારી સાંભળી ચૂક્યા છે. ત્યારબાદ ટંકારા તાલુકાના પ્રમુખ તરીકે જવાબદાર સંભાળ્યા બાદ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. કિરીટ ભાઈના ૪૭ માં જન્મદિવસે તેમની પર શુભકામનાઓનો વરસાદ થયો.

(7:07 PM IST)