News of Thursday, 16th May 2024
ટંકારામાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો : ITI માં લગાવેલ સોલાર પેનલ પવનમાં ઉડી
બપોરના 2થી 4ના સમય ગાળામાં ટંકારામાં 33 મિ.મી. વરસાદ નોંધાયો: કેટલાક વૃક્ષો ધરાશાયી

મોરબીના ટંકારામાં બે કલાકના સમયગાળામાં દોઢ ઈંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો છે. બપોરના 2થી 4ના સમય ગાળામાં ટંકારામાં 33 મિ.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબીમાં 10 મિલીમીટર વરસાદ વરસ્યો છે. ટંકારામાં ફુંકાયેલા તોફાની પવનને કારણે આઈટીઆઈમાં લગાવેલ સોલર પેનલ પવનમાં ઉડી જવા પામી છે. આસપાસ વૃક્ષો પણ ધરાશાયી થયા છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
