News of Thursday, 16th May 2024
તાલાલા યાર્ડમાં 12540 બોક્સ કેસર કેરીની આવક ;10 કિલો બોક્સના 375 રૂપિયાથી 1150 બોલાયા
ગોંડલ યાર્ડમાં આજે 19856 બોક્સ કેરીની આવક થઈ:10 કિલો બોક્સનો ભાવ 600 થી 1150 રૂપિયા રહ્યો

તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી આવક આજે સારી રહી છે. આજે તાલાલા ગીર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં કુલ 12540 બોક્સ કેસર કેરીની આવક થઈ હતી. ગઈકાલે તાલાલામાં 10070 બોક્સ કેસર કેરની આવક થઈ હતી.
તાલાલા યાર્ડમાં કેસર કેરીના ભાવ 10 કિલો બોક્સના 375 રૂપિયાથી 1150 રૂપિયા બોલાયા હતા.
ગોંડલ યાર્ડમાં આજે 19856 બોક્સ કેરીની આવક થઈ છે. ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 600 થી 1150 રૂપિયા રહ્યો હતો.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
