<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

મોરબીને મહાનગરપાલિકાનો દરરજો આપવા કવાયત, ૧૪ ગામોના ક્ષેત્રફળ સહિતની વિગતો મંગાવી.

નગરપાલિકાના ચીફ ઓફિસરે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને પત્ર લખ્યો ગામોના સમાવેશ કરવાના હોવાથી ક્ષેત્રફળ સહિતની વિગતો મોકલી આપવા જણાવ્યું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીને મહાનગરપાલિકા બનાવવાનું એલાન કરવામાં આવ્યું છે જે દરરજો આપવાની કવાયતના ભાગરૂપે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે ૧૪ ગામો સંબંધિત વિગતો મેળવવા માટે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર ગ્રામ્યને પત્ર લખ્યો છે.

     ચીફ ઓફિસર દ્વારા ટીડીઓ અને મામલતદાર (ગ્રામ્ય)ને પત્ર લખી જણાવ્યું છે કે સરકારના નોટીફીકેશન મુજબ મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરર્જ્જો આપવા નિર્ણય કરાયો છે જેથી મહાનગરપાલિકામાં પંચાયત ગામતળ અને સીમતળનો તમામ વિસ્તારનો સમાવિષ્ટ કરવા દરખાસ્ત કરવાની હોવાથી પંચાયતના હદ વિસ્તારનું હયાત ક્ષેત્રફળ (ચો.કી.મી.) ની વિગત મોકલી આપવા જણાવ્યું છે.
   જેમાં મોરબી નજીક આવેલ શકત શનાળા, રવાપર, લીલાપર, લાલપર, ઘૂટું, પીપળી, ટીંબડી, ધરમપુર, અમરેલી, નાની વાવડી, ભડિયાદ (જવાહરનગર સહીત), ત્રાજપર (માળિયા વનાળીયા સહીત), મહેન્દ્રનગર (ઇન્દીરાનગર સહીત) અને માધાપર/વજેપર ઓજી વિસ્તારની વિગતો માંગવામાં આવી છે.

(12:40 AM IST)