<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

લગ્નની લાલચ આપી જૂનાગઢના દોલતપરાના શખ્‍સનું સગીરા પર અવારનવાર દૂષ્‍કર્મ

ભોગ બનનારની ફરિયાદના પગલે પોલીસ તપાસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૭ : જુનાગઢના દોલતપરાના શખ્‍સે લગ્નની લાલચ આપી સગીરા પર  દુષ્‍કર્મ આચર્યું હોવાની ફરિયાદ ભોગ બનનારે કરતા આરોપીને  પોલીસે તપાસ હાથ ધરી આરોપીને પકડી લેવા માટેના ચક્રો ગતિમાન છે.

દોલતપરાની દાસારામ સોસાયટીમાં રહેતા યજ્ઞેશ શાંતિલાલ ભોગાયતા નામના શખ્‍સે સગીરાને લગ્નની લાલચ આપી હતી. અને બાદમાં આ શખ્‍સે પોતાના રહેણાંક મકાને તા. ૨૨ નવેમ્‍બર ૨૦૨૨ થી ૧૫ માર્ચ ૨૦૨૪ દરમિયાન સગીરા સાથે શરીર સંબંધ બાંધી દુષ્‍કર્મ આચાર્ય હતું.

પરંતુ સગીરા સાથે લગ્ન નહીં કરતા આખરે ભોગ બનનારે ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે આરોપી યજ્ઞેશ ભોગાયતા સામે પોકસો સહિતની કલમ મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વધુ તપાસ પીઆઇ વી. જે. સાવજે હાથ ધરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

(9:57 AM IST)