<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

જૂનાગઢનાં ચોકી ગામના ખેડૂતે સ્‍માર્ટ વોચના રિફંડની લાલચમાં ૫.૧૪ લાખ ગુમાવ્‍યા

ઓનલાઈન નાણાકીય છેતરપિંડીની થયાની સાયબર પોલીસમાં ફરિયાદ

(વિનુ જોશી દ્વારા)  જૂનાગઢ તા. ૧૭ : જુનાગઢ તાલુકાના ચોકી ગામે રહેતા ખેડૂતો અશોકભાઈ બાબુભાઈ કોરાટે એમેઝોન એપ્‍લિકેશનમાંથી એક સ્‍માર્ટ વોચ મંગાવી હતી. જેનું પાર્સલ આવ્‍યું હતું પરંતુ તેઓ ઘરે હાજર ન હતા. બાદમાં મોબાઇલ નંબરમાંથી ડિલીવરી બોયનો ફોન આવ્‍યો હતો. તે મોબાઈલ નંબરમાં અશોકભાઈએ બે દિવસ સુધી ફોન કર્યા હતા.

 પરંતુ ફોન લાગેલ નહીં. આ પછી તેમણે ર્ીર્ળીદ્યંઁ એપ્‍લિકેશન ખોલીને પાર્સલ બાબતે તપાસ કરતા તેમાં રિફંડ ઇશ્‍યુ દેખાયું હતું. તેના પર સંપર્ક કરતા સામેથી અજાણ્‍યા શખ્‍સે એમેઝોન ઓફિસના કર્મચારીની ઓળખ આપી વિશ્વાસમાં લઈ સ્‍માર્ટ વોચના રૂપિયા રિફંડ કરી દેવાની લાલ જ આપી મોબાઇલમાં કસ્‍ટમર સપોર્ટ નામની એપ્‍લિકેશન ઇન્‍સ્‍ટોલ કરાવી હતી.

બાદમાં એટીએમ કાર્ડની વિગતો અને બેન્‍ક એકાઉન્‍ટની માહિતી મેળવી લઈ ખેડૂતોના એસબીઆઇ બેન્‍કના ખાતામાંથી જીઓ પેમેન્‍ટસ બેન્‍ક એકાઉન્‍ટમાં રૂપિયા ૫,૧૪,૯૯૫ ટ્રાન્‍સફર કરાવી  લઇ બાદ નાણા પરત નહીં આપી વિશ્વાસઘાત કરી ઓનલાઈન નાણાકીય છેતરપિંડી કરી હોવાની ખેડૂતે અરજી આપી હતી. જેના આધારે જુનાગઢ સાયબર પોલીસે અજાણી વ્‍યક્‍તિ સામે વધુ તપાસ હાથ ધરી છે.

(9:58 AM IST)