News of Friday, 17th May 2024
હળવદ હાઇવે પર સફેદ માટીના આડમાં ટ્રકમાં લઇ જવાતો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
મોરબી એલસીબીની કાર્યવાહીઃ ૧૭.૮૮ લાખનો મુદ્દામાલ જપ્ત

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૧૭: હળવદ હાઇવે પર આવેલ મોરબી ચોકડી પાસે આવેલ નર્મદા આર્કેટ સામે માળીયા તરફથી સફેદ માટી ભરી આવતા ટ્રક નંબર આરજે ૧૯ જીઈ ૮૭૬૫ ના ચાલકને ઉભો રાખી તપાસ કરાતા માટીની આડમાં સંઘરેલ ૭૦૭ બોટલ દારૂ કિંમત રૂપિયા ૨,૫૨,૨૮૦ તેમજ ૨૮૮ ટીન બીયરના કીમત રૂપિયા ૨૮૮૦૦ અને ટ્રક કીંમત રૂપિયા ૧૫ લાખ ને જપ્ત કરી ટ્રક ચાલક સિયારામ ઉર્ફે મુકેશ બનારામ જાટની અટકાયત કરી હળવદ પોલીસ મથકે લઈ જઈ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં પોલીસ દ્વારા આ દારૂનો જથ્થો કયાંથી લાવવામાં આવ્યો હતો અને કોને કોને આપવામાં આવનાર હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
