News of Friday, 17th May 2024
સૌરાષ્ટ્ર ભાજપના બે મહિલા અગ્રણીઓ બિહારમાં ચૂંટણી સભા ગજવશે
રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી અને જામનગર જિલ્લા અને મહાનગરના પ્રભારી ફાલ્ગુનીબેન વ્યાસ બિહાર જવા રવાના

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૧૭: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પુરી થઈ ગઈ છે ત્યારે ગુજરાત ભાજપના અનેક અગ્રણીઓને જુદા જુદા રાજયની ચૂંટણી જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી અને જામનગર જિલ્લાના પ્રભારી એડવોકેટ અને બ્રહ્મ સમાજના સૌરાષ્ટ્ર કચ્છના મહિલા અગ્રણી ફાલ્ગુનીબેન વ્યાસને બિહારના પટણા વિસ્તારની ભાજપે જવાબદારી સોપતા બંને બહેનો બિહાર પહોંચી ગયા છે.
ગુજરાત ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરડવાની સુચના મુજબ બંને બહેનો બિહાર પહોંચી ભાજપના સમર્થનમાં ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે બંને બહેનોને ગુજરાત ભાજપે બિહાર રાજયમાં પ્રચાર અર્થે મોકલતા ભાજપના આ બંને બહેનો ઉપર અભિનંદનની વર્ષાથઈ રહી છે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
