News of Friday, 17th May 2024
પોરબંદરના લાલાભાઇ મોઢવાડીયા બેભાન થયા બાદ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૭: પોરબંદરમા માર્કેટ યાર્ડ પાસેં વાળંદ સોસાયટીમાં રહેતાં લાલાભાઇ હરભમભાઇ મોઢવાડીયા (ઉ.વ.૪૫) બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને તોૈફિકભાઇ જુણાચે પ્રાથમિક કાગળો કરી પોરબંદર પોલીસને મોકલ્યા હતાં. પરિવારજનોના કહેવા મુજબ લાલાભાઇ જન્મથી જ દિવ્યાંગ હતાં અને નિવૃત જીવન જીવતાં હતાં. બિમારીથી મૃત્યુ થયું હતું.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
