<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ટંકારા-ગ્રામ્‍ય વિસ્‍તારમાં મીની વાવાઝોડામાં નળીયા, પતરા ઉડયા : હોર્ડીંગ ધરાશાયી

અમરાપરમાં મરઘા ફાર્મના પતરા ઉડયાઃ લક્ષ્મીકાંત કોટનમાં ગેઇટ-શેડમાં નુકશાન : વૃક્ષો જમીન દોસ્‍ત થયાઃ દોઢ ઇંચ વરસાદ પડયો

 (જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા., ૧૭: ટંકારામાં મેઘરાજાની તોફાની ઇનિંગ થતા અડધી કલાકમાં સુપડાની ધારે દોઢ ઈંચ કરા સાથે વરસાદ તૂટી પડ્‍યો હતો. અમરાપરમા  પવન ફુંકાતા મરઘા ફાર્મના પતરા ઉડયા હતા. લક્ષ્મીકાંત કોટનમાં ગેઈટ સેડ સહિતનુ નુકશાન થયું છે. મહાકાય હોડિર્ંગ્‍સ  ધરાશાયી થયું હતું.  મંદીરના નળીયા ઉડયા અનેક વૃક્ષો જમીનદોસ્‍ત થયા હતા.

ટંકારામાં ગુરુવારે બપોરે મીની વાવાઝોડા જેવા માહોલમાં અડધી જ કલાકમાં ૩૩ મીમી એટલે કે, દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને તોફાની પવન અને કરા સાથે વરસાદ વરસતા કલ્‍યાણપર રામજી મંદિરના નળીયા ઉડી ગયા હતા.

 સાથે જ અહીંની લક્ષ્મીકાંત કોટન જિનિંગ ફેકટરીના પતરા ઉડી જતા નુકશાન પહોંચ્‍યું હતું. તો ચોકડી પુરૂષાર્થ ઓટોની ઓરડી હવામાં ફુગા માફક ઉડી, અમરાપર ગામે મરધા કેન્‍દ્રમાં આકાશી આફત  તુટી પડી, જેમા વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતાં મરધા કેન્‍દ્ર ના પતરા ઉડતા અફરા તફરી મચી, રાજકોટ મોરબી રોડ પર ટંકારા બસ સ્‍ટેન્‍ડ સામે ઘરની છત પર ગેરકાયદેસર જાહેરખબર મહાકાય બોર્ડ ધડાકાભેર ખાબકયુ, પાડોશીને નુકસાન થયું. જોકે જાનહાની ટળી હતી. ઉપરાંત ટંકારામાં અસંખ્‍ય મોટા વૃક્ષો જમીનદોસ્‍ત થઈ ગયા હતા. (તસ્‍વીર-અહેવાલ-જયેશ ભટ્ટાસણા-ભાવિન સેજપાલ-ટંકારા)

(11:39 AM IST)