News of Friday, 17th May 2024
છ મહિનાથી મરી જવાનું રટણ કરતાં દીપકભાઇ મકવાણાએ જિંદગી ટૂંકાવી
એસિડ પી જતાં વાંકાનેરના યુવાનને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં

રાજકોટ તા. ૧૭: વાંકાનેરના મીલ પ્લોટમાં રહેતાં દીપકભાઇ કાનજીભાઇ મકવાણા (ઉ.વ.૪૧) ગઇકાલે સાંજે એસિડ પી જતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચે વાંકાનેર સીટી પોલીસને કરી હતી. આપઘાત કરનાર દીપકભાઇ કડીયા કામ અને છુટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. તે બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી છે. પરિવારજનોના કહેવા મુજબ દીપકભાઇને નશાની આદત હતી. આ કારણે છેલ્લા કેટલાક સમયથી મગજ ઠેકાણે રહેતુ નહોતું અને સતત છ મહિનાથી મરી જવાનું રટણ કરતાં હતાં. ગત સાંજે અચાનક એસિડ પી લીધુ હતું. વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
