News of Friday, 17th May 2024
દ્વારકા સબ-રજીસ્ટ્રાર કચેરી તથા સીટી સર્વે ઓફીસમાં લોકોને કામોમાં પડતી મુશ્કેલીઓ અંગે બાર એસોસીએશન દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર

(વિનુભાઇ સોમાણી દ્વારા) દ્વારકા તા.૧૭: સબ-રજીસ્ટ્રાર કચેરી સને-૨૦૧૧ ની સાલથી નિયમિત કાર્યરત હોય, અને છેલ્લા ચાર મહિનાથી દ્વારકામાં હાલમા કોઈ નિયમિત સબ-રજીસ્ટ્રાર ના હોય અને અઠવાડીયામા માત્ર ત્રણ જ દિવસ દસ્તાવેજની નોંધણી કરવામા આવે છે.
હાલમાં દ્વારકામા સરકાર શ્રી દ્વારા ખુબ જ વિકાસના કામો થઈ રહ્યા હોય અને રોકેટ ગતિએ તાલુકાનો વિકાસ થઇ રહયો હોય ત્યારે આવા સંજોગોમા જમીન મકાનની લે-વેંચ ખુબ જ સારી રીતે વધી ગયેલી હોય ત્યારે સગવડમા વધારો થવાના બદલે માત્ર ત્રણ જ દિવસ નોંધણી થઇ શકતી હોવાના કારણે જાહેર જનતાને દસ્તાવેજ નોંધાવવાની કામગીરીમા ખુબ જ અગવડ પડી રહી છે. સર્વરના પ્રશ્ન પણ અવાર નવાર સર્જાતા હોવાના કારણે દસ્તાવેજોની નોંધણી થઈ શકતી નથી અને બહારગામથી દસ્તાવેજ કરવા આવનાર ઇન્વેસ્ટરોને પણ ખુબ ન મુશ્કેલીઓ પડી રહી છે. તેમજ દસ્તાવેજોની નોંધણી થયા બાદ મિલ્કતોના દસ્તાવેજોમાં નામ ટ્રાન્સફર માટે સીટી સર્વે ઓફીસમા પણ સ્ટાફના અભાવના કારણે અરજી કર્યાના ત્રણ મહિના સુધી સેન્ટ્રી પાડવામા આવતી નથી જેના કારણે પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
જેથી સબ-રજીસ્ટ્રાર કચેરી તથા સીટી સર્વે કચેરીમા પડતી મુશ્કેલીઓના કારણે દ્વારકા બાર એસોસીએશનના પુર્વ પ્રમુખ સંજય પી રાયઠઠા, સેક્રેટરી સલીમ ઘાવડા, સહસેક્રેટરી સંદિપ બારોટ, લલિતભાઈ બગથરીયા, ધર્મેશ ચુડાસમા તથા દ્વારકા બારના તમામ હોદેદારો દ્વારા નાયબ કલેકટર શ્રી દ્વારકાને આવેદનપત્ર આપી અને ઝડપથી સબ-રજીસ્ટ્રાર કચેરી પુનારેગ્યુલર કાર્યરત કરવામા આવે અને સીટી સર્વેની કામગીરી ઝડપી થાય તેવી માંગણી કરેલ છે. (તસ્વીરઃ દિેપશ સોમાણી, દ્વારકા)
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
