<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

પોરબંદરમાં ટ્રાફિક સુરક્ષા અંગે માર્ગદર્શન

પોરબંદરઃ સી ટીમ કામગીરી અંતગર્ત જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેશ જાજડીયા તથા પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સાહિત્‍યા વી. પોરબંદર શહેરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા મહીલા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર શ્રી આર.એમ. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્‍ટેશનના પો.સ.ઇ. એમ. સૈયદ નાઓએ સુદામા ચોક ખાતે વાહન અકસ્‍માતથી બચવા માટે બસ, રીક્ષા, ટેકસી ડ્રાઇવરોને ટ્રાફિક નિયમ બાબતે માહિતી આપી અને વાહન અકસ્‍માત રોકવા જરૂરી માર્ગદર્શન આપ્‍યું જેમાં રોંગસાઇડ વાહન ન ચલાવવું થતા વાહનની પાછળ રીફલેકટર લાઇટની જરૂરીયાત બાબતે માહીતી આપી અને ટ્રાફિકના નિયમોનું અમલ કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ છે. તે તસ્‍વીર

(1:07 PM IST)