<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

પોરબંદરમાં રામદેવજી પ્રભુ પ્રસાદી ઉત્‍સવ

પોરબંદરઃ કોળી સમાજ બામણીયા પરિવાર દ્રારા  શ્રી રામદેવજી મહારાજ ની પ્રસાદી ઉત્‍સવ નુ આયોજન કરવામા આવેલ હતું. ખાક ચોક  ના રામટેકરી રામકળપા ખાતે થી શ્રી રામદેવજી મહારાજ ની શોભાયાત્રા યાત્રા  સામૈયા રૂપે તાલુકા કોળી સમાજ કર્મ ચારી મંડળ ના પ્રમુખ શ્રી  નારણભાઇ  પુંજાભાઈ બામણીયા ના નેજા હેઠળ નીકળી હતી જેમાં નરસંગ ટેકરી કોળી સમાજના પ્રમુખ શ્રી લખમણ ભાઈ બામણીયા, ઝૂરીબાગ કોળી સમાજના પ્રમુખ શ્રી વલ્લભ ભાઈ બામણીયા  સમાજ રત્‍ન ડો ઈશ્વરભાઈ ભરડા,  ૐ સાંઈ ટેકા પરબ ના પ્રમુખ શ્રી રામસીભાઈ બામણીયા શ્રી મતિ લાખીબેન બામણીયા,સમાજ શ્રેષ્ટી પ્રેમજીભાઈ વાજા,મગનભાઈ બામણીયા, શ્રી કમલેશભાઈ બામણીયા,વાલજીભાઈ બામણીયા, દામજીભાઈ બામણીયા, હરેશભાઈ બામણીયા, પ્રવીણભાઈ  બામણીયા મોહનભાઈ બામણીયા સહીત  સમૂહદાય જોડાયા હતા.  શોભા યાત્રા   પોરબંદર ના શ્રીઅંખડ રામધૂન મંદિર રોડ દિવેચા કોળી સમાજની વાડી ખાતે આવેલા શ્રી રામદેવજી મહારાજ મંદિર ખાતે મંદિર ના ગાદીપતિ શ્રી વિનુબાપુ દેસાણી ની નિશ્રામા સંપન્ન થઇ હતી. આ તકે શ્રી રાંદલ માતાજીના લોટા સત્‍યનારાયણ કથા  કાર્યક્રમ યોજયા હતા. રામદેવજી મહારાજ ની પ્રસાદી કાર્યક્રમમા  ભજન, ભક્‍તિ અને  ભોજન ત્રિવેણી સંગમ સમા અવસરે સાંજે જ્ઞાતિ જાતિ ના ભેદભાવ વગર બામણીયા પરિવાર સહીત ભક્‍ત જનો એ ભોજન રૂપે મહા પ્રસાદ લીધો હતો   આ ધાર્મિક  ઉત્‍સવ ની તસ્‍વીર.

(1:08 PM IST)