<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

પોરબંદરના જળાશય વિસ્‍તારોમાં ર દિ'થી સાંજે મેઘ ગર્જના અને વીજ ચમકારા

 

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૭ :.. રાણાવાવ પાસે ખંભાળા અને ફોદાળા બન્ને જળાશય વિસ્‍તારમાં બે દિવસથી આકાશમાં વાદળો છવાય જાય છે અને મેઘ ગર્જના તથા વીજ ચમકારા થાય છે. પરંતુ વરસાદ વરસતો નથી. જિલ્લામાં અસહ્ય બફારો થઇ રહ્યો છે. ગુરૂતમ ઉષ્‍ણાતામાન ૩૮.૬ સે.ગ્રે. લઘુતમ ઉષ્‍ણાતામાન ર૭.ર સે.ગ્રે. પવનની ગતિ પ કી. મી. સૂર્યોદય  ૬.૧ર, સૂર્યાસ્‍ત ૭.ર૪ મીનીટે.

(1:54 PM IST)