<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ઉનાઃ વાડીમાં કામ કરતા મજુર ઉપર દીપડો ત્રાટકતા ઇજા

(નવીન જોષી દ્વારા) ઉના તા.૧૭: ફાટસર સીમમાં વાડીમાં મજુરી કામ કરતા  રામભાઇ કાળાભાઇ ઉપર દીપડો ત્રાટકતા રામભાઇને ઇજા થતાં સારવાર માટે ખસેડાયેલ છે.

ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામની સીમમાં આવેલ અશોકભાઈ બાલુ ભાઈ પોંકિયા ની વાડી મા મજૂરી કામ કરતા રામભાઈ કાળાભાઈ સાખટ ઊં.વ.૬૫ દિવસે ખેતર માં મજૂરી કામ કરતા હતા ત્‍યારે અચાનક શિકાર ની લાલચમાં એક દીપડો વાડી મા આવી શ્રમિક આધેડ ને પાછળ થી હુમલો કરી પંજા ના નહોર ભેરવી પછાડી દીધા હતા અને રામ ભાઈ એ રાડો પાડતા લોકો ભેગા થઈ ગયા હતા અને દીપડા નો હુમલા નો પ્રતિકાર કરી દીપડા ના સંકજામાં માંથી છુટી ગયેલ દીપડો રામભાઈ ને છોડી નાસી ગયો હતો અને રામભાઈ ને હાથ અને માથા ના ભાગે ઈજાઓ પહોંચી હતી તેમને તુરંત ઊના ની હોસ્‍પિટલે સારવાર માટે ખસેડાયા હતાં. વન વિભાગ ને જાણ કરતા વન વિભાગ એ દીપડા ને પકડવા પાંજરૂ મૂકી અને પકડવા તજવીજ હાથ ધરી છે

(1:19 PM IST)