News of Friday, 17th May 2024
ખંભાળીયાનાં મોટી ખોખરીમાં મકાન-ગોડાઉન ઉપર વિજળી પડીઃ જુની ફોટ વિસ્તારમાં કરા પડયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૭: દેવભુમી દ્વારકા જીલ્લામાં બે દિવસથી પવન ફુંકાવા સાથે કમોસમી વરસાદ પડયો હતો. ભાણવડ પંથક તથા પોરબંદર રોડ પરના ગામોમાં પવન સાથે છાંટા પડયા પછી ગઇકાલે ખંભાળીયાના મોટી ખોખરી, તાણ ખોખરી , લાલપડા, જુની નવી ફોટ વિ. વિસ્તારોમાં વરસાદ પડતા ખેડુતોના ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. લાલપરડા ગામે રવિભાઇ લગારીયાના રહેણાંક મકાનના છાપરા ઉડતા પતરા ઉડી જતા આખો પરીવાર ખુલ્લી છત નીચે રહેવા મજબુર થયો હતો તથા ઘરવખરી સાધનોને નુકશાન થયું હતું.
મોટી ખોખરી ગામે વાડી વિસ્તારમાં એક ખેડુતને ત્યાં વિજળી પડતા તેના મકાન તથા ગોડાઉનને ખુબ નુકશાન થયું હતું. ગોડાઉનમાં સાધનો પાક તથા પતરા પીઢીયાને નુકશાન થયું હતું.
જુની ફોટ વિસ્તારમાં ગઇકાલે પડેલા માવઠાના વરસાદમાં મોટી લખોટી જેવા બરફના કરા પડતા બાળકો કુતુહલ સાથે કરાથી રમતા હતા તો ગરમીમાં ભારે ઠંડુ વાતાવરણ સર્જાયું હતું. (
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
