<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

કાલે ઇન્‍ટરનેશનલ મ્‍યુઝીયમ દિવસઃ જૂનાગઢ ઉપરકોટમાં એક ટિકીટ ઉપર એક ટિકીટ ફ્રી અપાશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૭: દર વર્ષે ૧૮ મે ના રોજ ઇન્‍ટરનેશનલ મ્‍યુઝીયમ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આથી જૂનાગઢ શહેરમાં ઉપરકોટ કિલ્લો, મકબરા, સરદાર ગેટ ગેલેરી, એન્‍ટિક કોઈન મ્‍યુઝીયમ વગેરેનું સંચાલન કરતી સવાણી હેરીટેજ કંઝર્વેશન પ્રા. લી. દ્વારા આ દિવસ ને ખાસ બનાવવા માટે અલગ અલગ ધરોહરો પર ખાસ આયોજન કરવામાં આવ્‍યા છે. જેમાં ગુજરાત રાજય પુરાતત્‍વ અને સંગ્રહાલય વિભાગ અને ગુજરાત પ્રવાસન વિભાગનાં સહયોગથી ઉપરકોટ કિલ્લા ખાતે જાહેર જનતા પોતાનાં વિચારો લખીને શેર કરી શકે તેનું આયોજન કરવામાં આવ્‍યું છે. જૂનાગઢ મહાનગરપાલિકા અને ઈકો મુદ્રા કોઈન સોસાયટીના, જૂનાગઢના સહયોગથી એન્‍ટિક કોઈન મ્‍યુઝીયમ ખાતે ખાસ પ્રકારનાં માટીનાં ટોકન (સિક્કાઓ)નું પ્રદર્શન તારીખ ૧૮/૧૯ મે ના રોજ કરવામાં આવશે. તદ્દઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂનાગઢ ના કલાકારોના સહયોગથી ૧૮મી મે ના રોજ સરદાર ગેટ ગેલેરી ખાતે એક પેઈટિંગ કોમ્‍પિટિશનનું આયોજન પણ કરવામાં આવેલ છે. જેની વધારે માહિતી અને રજીસ્‍ટ્રેશન +૯૧ ૮૭૩૫૦ ૪૭૩૫૦ પરથી કરી શકાશે.

આ સાથે સાથે સરદાર ગેટ ગેલેરી અને એન્‍ટિક કોઈન મ્‍યુઝીયમની તારીખ ૧૮ અને ૧૯ મેના રોજ ૧ ટિકિટ ખરીદનારને ૧ ટિકિટ ફ્રી આપવામાં આવશે. 

ઉપરકોટ - ઇન્‍ટરનેશનલ મ્‍યુઝીયમ દિવસ - મેસેજ બોર્ડ - તારીખ ૧૮મી મે ૨૦૨૪

એન્‍ટિક કોઈન મ્‍યુઝીયમ - મજેવડી ગેટ - માટીનાં ટોકન (સિક્કાઓ)નું પ્રદર્શન - તારીખ ૧૮ અને ૧૯ મે ૨૦૨૪

સરદાર ગેટ ગેલેરી - પેઈટિંગ કોમ્‍પિટિશન - તારીખ ૧૮મી મે ૨૦૨૪ - સમય સાંજે ૩ વાગ્‍યે - રજીસ્‍ટ્રેશન ફ્રી અને ફરજીયાત - સંપર્કઃ +૯૧ ૮૭૩૫૦ ૪૭૩૫૦ - સંપર્ક સમયઃ સવારનાં ૮:૩૦ થી સાંજના ૭ સુધી - રજીસ્‍ટ્રેશન ૧૮મી મેં ના સવારે ૧૦ વાગ્‍યા સુધી જ કરી શકાશે.

૧ ટિકિટ ઉપર ૧ ટિકિટ ફ્રી - સરદાર ગેટ ગેલેરી - એન્‍ટિક કોઈન મ્‍યુઝીયમ - ફક્‍ત તારીખ ૧૮ અને ૧૯ મે ૨૦૨૪ના રોજ અમલમાં રહેશે.

લોકસભા ના મતદાન ઉપલક્ષે ઉપરકોટ કિલ્લા, મહાબત મકબરા , એન્‍ટીક કોઈન મ્‍યુઝીયમ - મજેવડી ગેટ તથા સરદાર ગેટ ગેલેરી ની પ્રવેશ ટિકિટ પર ૩ સાથે ૧ ફ્રી ની ઘોષણા કરવામાં આવી છે.  તેની સાથો-સાથ આ જગ્‍યાઓ એ ઉપલબ્‍ધ તમામ સેવાઓ તથા અન્‍ય ઘણી પ્રોડકટ્‍સ પર ૩ સાથે ૧ ફ્રી ની સ્‍કીમ તા. ૭ મે ૨૦૨૪ સુધી લાગુ રહેશે. સવાણી હેરીટેજ  કઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ ના જનરલ મેનેજર શ્રી રાજેશ તોતલાણી એ જણાવ્‍યું  કે ગુજરાત ટુરિઝમ તથા જુનાગઢ મહાનગરપાલિકા ના સહયોગ થી મતદાન ને પ્રોત્‍સાહિત કરવા માટે અમે આ સ્‍કીમ જાહેર કરી છે. આંગળી ઉપર મતદાન ચિહન તથા ઓળખ કાર્ડ બતાવવા પર ૩ સાથે ૧ ફ્રી મળશે. જેમાં એન્‍ટ્રી ટિકિટ , ઈ વ્‍હીકલ , લોકર , છત્રી , ગાઇડ્‍સ સર્વિસીસ , સાયકલ  હોય કે દાબેલી , સોડા, ફ્રેન્‍ચ ફ્રાઈસ હોય કે ગેમ્‍સ હોય ,આ બધા પર મતદાન કરેલા જાગૃત નાગરિકો આનો લાભ લઈ શકશે.

(1:47 PM IST)