News of Friday, 17th May 2024
વેરાવળ પાસે ૫ લાખનો શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો
કલેકટર અને પુરવઠા ટીમની કાર્યવાહી : ટ્રક સહિત ૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત

વેરાવળ, તા.૧૭: ગીર સોમનાથ જીલ્લા કલેકટરની સુચનાથી પુરવઠા અધિકારી, પ્રાંત અધિકારી,મામલતદાર ની ટીમે ડારી ઓવરબ્રિજ પહેલા જતા ટૂક ને અટકાવતા તેમાંથી શંકાસ્પદ ચોખા નો જથ્થો મળી આવતા રૂા. ૧૫,૦૦, ૨૪૦ને મુદામાલ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ગીર સોમનાથ જીલ્લા કલેકટરની સુચના થી વેરાવળ,જુનાગઢ હાઈવે ઉપર થી ચોખા નો શંકાસ્પદ જથ્થો પસાર થવાનો હોય જેથી જીલ્લા પુરવઠા અધિકારી, પ્રાંત અધિકારી,મામલતદાર ગ્રામ્ય એ.જી. ગજજર ની ટીમ દ્વારા શંકાસ્પદ વાહનો ચેકીગ ચાલુ હતું ત્યાં ટ્રક નં.જીજે.૧૨.એઝેડ.૬૫૪૩ન અટકાવી તપાસ કરતા તેમાં અનાજ હોય જેથી વહીવટી ટીમ દ્વારા તપાસ કરતા ચોખા હોવાનું જણાતા ડાઈવરની પુછપરછ કરતા શકાસ્પદ જથ્થો હોય જેથી ૩૮૦ કટા ૧૯૨૪૦ કીલો રૂા.૫,૦૦,૨૪૦ તેમજ ટ્રક રૂા. ૧૦,૦૦,૦૦૦ કુલ રૂા. ૧૫,૦૦,૨૪૦નો મુદામાલ સીઝ કરી ગાડાઉન મેનેજર ને આપી આગળની કાયવાહી હાથ ધરવામાં આવેલ છે.
તંત્ર એ જણાવેલ હતું કે પકડાયેલ શંકાસ્દપ જથ્થો કયાંથી ભરવામાં આવેલ છે કોણે ભરી આપેલ છે કયાં જવાનો હતો તેમજ તેના વેચાણ ના બીલો સહિતની માહિતી માટેનો ધમધમાટ ચાલુ કરેલ છે. શંકાસ્પદ ચોખા નો જથ્થો ગાંધીધામ જતો હોવાનું જાણવા મળેલ છે ગીર સામનાથ જીલ્લા માંથી શંકાસ્પદ ઘંઉં, ચોખા,કઠોળ સહિત અનેક વસ્તુઓ રોજબરોજ હજારો કીલો ટૂંકો મારફત જતો હોય છે આ શંકાસ્પદ જતો પકડાવવા પાછળ ના કારણમાં આધારભૂત રીતે જાણવા મળેલ છેકે નામચીન શખ્સો દ્વારા બે દિવસ પહેલા સુત્રાપાડા તાલુકામાંથી જયારે વાહનો જતો હતા તેને રોકી રૂા.૫૦,૦૦૦નો તોડ કરેલ હતો આજે પણ ફરી પાછા પૈસા માંગતા વાંધો પડતા બાતમી અપાયેલ હોય તેમ જાણવા મળેલ છે આ ટ્રક પકડાયેલ ત્યારે તોડ કરવા માટે પણ લાંબી લાઈનો લાગેલ હતી અને ડ્રાઈવર પાસેથી મોબાઈલ નંબર મેળવી જેનો જથ્થો હતો તેની પાસેથી ઓનલાઈન પૈસા પણ મેળવેલ હતા ટ્રક ડ્રાઈવરે જયાંથી ભરાયેલ છે કોને ભરાવેલ છે તેના પણ નામો આપેલ હોવાનું જાણવા મળેલ છે વેરાવળ, સુત્રાપાડા વિસ્તારમાં આવા શંકાસ્પદ અનાજોના અનેક ગોડાઉન પણ આવેલ છે તાજેતરમાં જીલ્લા કલેકટરે લાખો રૂપીયાનો જથ્થો સીઝ કરેલ હતો જે ૨૧ જેટલા શખ્સો સામે સુત્રાપાડા પોલીસ સ્ટેશન માં ફરીયાદ આપેલ છે બે માસ વીતી જવા છતા હજુ સુધી કોઈની ધરપકડ થયેલ નથી.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
