News of Friday, 17th May 2024
મોરબીના પરસોતમ ચોકમાં અડ્ડો જમાવી દારૂ વેંચતા શખ્સોએ ભાજપ અગ્રણીને ધમકી આપી
ભાજપ અગ્રણીએ સીટી એ -ડીવીઝન પોલીસ મથકમાં લુખ્ખાઓ વિશે ફરીયાદ કરતા અડધી રાત્રે ટેલિફોનિક ધમકી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૭: મોરબીના પરસોતમ ચોકમાં લુખ્ખાતત્વોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો હોય અહીં અડિંગો જમાવી દારૂ વેંચતા શખ્સો વિરુદ્ધ ભાજપ અગ્રણીએ એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા રોષે ભરાયેલ એક શખ્સે મધ્યરાત્રીએ ટેલિફોનિક ધમકી આપતા પોલીસમાં અરજી થઈ છે.
મોરબીના શકિત પ્લોટમાં રહેતા અને વેપાર કરતા ભાજપ આગેવાન રુચિર કારીયાએ ગુરુવારે મોરબીના પરસોતમ ચોકમાં દારૂડિયાઓના ત્રાસ અંગે ટેલિફોનિક ફરિયાદ કર્યા બાદ મોડીરાત્રે કોઈ અસામાજિક તત્વએ રુચિર કારીયાને વોટ્સએપ નંબરથી કોલ કરી ધમકી આપતા આ ગંભીર બનાવ મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરતા ચકચાર જાગી છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
