<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

જેતપુરમાં સિકયુરિટી તરીકે ફરજ બજાવતા યુવાન ઉપર બે શખ્‍સોએ છરી ઝીંકી

કારખાનામાં સિકયુરિટીની ઓફિસમાં ઘુસીને અંકિત રાજપૂત ઉપર હુમલો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા. ૧૭: શહેરના ફૂલવાડી વિસ્‍તારમાં આવેલ કારખાનામાં સિક્‍યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાન ઉપર બે અજાણ્‍યા શખ્‍સોએ છરી વડે હુમલો કરતા સારવાર અર્થે સરકારી હોસ્‍પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયોં.

જાણવા મળતી વિગત મુજબ બપોરના સમયે સિક્‍યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા અંકિત રાજપુત નામનો યુવાન કારખાના ની સિક્‍યુરિટી ની ઓફિસમાં હતો ત્‍યારે કોઈ બે અજાણ્‍યા શખ્‍સો ઓફિસમાં ઘૂસી છરી વડે હુમલો કરતા અંકિત રાજપુતને સારવાર અર્થે શહેરની સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડી ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરતા પોલીસે તેની ફરિયાદ નોંધવા કાર્યવાહી આગળ હાથ ધરી છે.

(4:55 PM IST)