<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

તાલાલા યાર્ડમાં 12310 બોક્સ કેસર કેરીની આવક :ભાવ 10 કિલો બોક્સના 400 રૂપિયાથી 1175 રૂપિયા બોલાયા

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બદામ અને કેસર કેરી મળીને કુલ 23626 બોક્સ કેરીની આવક થઈ

તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી આવક સારી રહી છે. આજે તાલાલા ગીર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં કુલ 12310 બોક્સ કેસર કેરીની આવક થઈ હતી. ગઈકાલે તાલાલામાં 12540 બોક્સ કેસર કેરની આવક થઈ હતી.

તાલાના યાર્ડમાં કેસર કેરીના ભાવ 10 કિલો બોક્સના 400 રૂપિયાથી 1175 રૂપિયા બોલાયા હતા.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે બદામ અને કેસર કેરી મળીને કુલ 23626 બોક્સ કેરીની આવક થઈ હતી. ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 550 થી 1050 રૂપિયા રહ્યો હતો.

(7:07 PM IST)