News of Friday, 17th May 2024
સૌરાષ્ટ્રમાં સતત પાંચમાં દિવસે કમોસમી વરસાદ:અમરેલી, રાજકોટ, ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા
ભાર ઉનાળે વરસાદના કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા: ઉનાળુ પાક તેમજ કેરીનો મોટાભાગનો પાક નષ્ટ ગયો

રાજકોટ :સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓમાં ચોમાસા જેવો માહોલ છવાયો છે ભાર ઉનાળે વરસાદના કારણે ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે.
બીજી બાજુ આજે બપોર સુધી સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં સૂર્યદેવતા પણ અગ્નિ ગોળો વરસાવી રહ્યા છે.બપોર બાદ સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતાની સાથે જ ભારે પવન સાથે ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.
આજે બપોર બાદ અમરેલી, રાજકોટ, ભાવનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ એકાએક પવન સાથે ફરી વરસાદ શરૂ થયો હતો. છેલ્લા પાંચ દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો મોટાભાગનો ઉનાળુ પાક નષ્ટ થયો છે.
તો બીજી બાજુ કેરીનો મોટાભાગનો પાક નષ્ટ ગયો છે. વરસાદની સાથે પવનની ગતિ પણ વધુ હોવાના કારણે કેટલી જગ્યાએ ઝાડ પડવાના સમાચાર તેમજ થાંભલા પડવાના સમાચારો પણ સામે આવી રહ્યા છે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
