News of Friday, 17th May 2024
ઉપલેટા પંથકમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા: તૈયાર લણણી કરેલ પાકને નુકસાન
વહેલી તકે સર્વે કરી સહાય ચૂકવવાની માંગ: પાકને ભારે નુકસાની થતાં ખેડૂતોના મોઢે આવેલ કોળીયો છીનવાઈ ગયો

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં કમોસમી ભારે વરસાદ થવાના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના તૈયાર લણણી કરેલ પાકને નુકસાની થયું છે. જેથી વહેલી તકે સર્વે કરી સહાય ચૂકવવાની કરી માંગ કરવામાં આવી છે.
હવામાન ખાતાની આગાહીને પગલે છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર ગુજરાતને કમોસમી વરસાદ ધમરોળી રહ્યો છે ત્યારે ગઈકાલે ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં અડધા ઈંચ થી લઈને બે ઈંચ સુધી પડેલા ભારે પવન અને કરા સાથેના ખાબકેલા વરસાદને કારણે ખેડૂતોના વાવેતર કરેલ પાકને ભારે નુકસાની થતાં ખેડૂતોના મોઢે આવેલ કોળીયો છીનવાઈ ગયો છે.
ઉપલેટા તાલુકાના કુંઢેચ ગામે ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોએ વાવેતર કરેલ તલના પાકનો વાઢ કરેલ હોય જે ખેતરોમાં પડ્યો હતો. ગઈકાલે વાતાવરણમાં અચાનક પલટો આવતા પડેલા ભારે પવન સાથેના વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાવાથી તૈયાર પડેલા તલના પાકને નુકસાન થવા પામ્યું છે. કોઈએ 20 થી 25 વીઘાનું વાવેતર કરેલું છે તો કોઈએ 16 થી 20 વીઘાનું તો કોઈએ 12 થી 15 વીઘાના તલનું વાવેતર કરેલ હતું. જેને કારણે ખેડૂતોને દોઢથી બે લાખની નુકસાની થવા પામેલ છે.
એક વીઘામાં રૂ. 10,000 રૂપિયાનો ખર્ચ થાય છે અને વળતર માત્ર રૂ. 3000 જેવું જ મળે તેમ છે કારણ કે વરસાદમાં પધારવા થી તલ લાઈટમાં ઝાંખા પડી જાય છે જેથી ભાવ ઓછા મળે છે. સારા તલના બજારમાં એક મણના રૂ. 2500 ભાવ ચાલે છે જ્યારે વરસાદથી નુકસાન થતા તલના એક મણના ભાવ 2000 રૂ. કરતા પણ ઓછા થઈ જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને હાલ ધિરાણ જૂનું નવું કરવાની પ્રોસીઝર ચાલુ હોય જેને લઈને ખેડૂતોએ નુકસાનીનો વહેલી તકે સર્વે કરાવીને સહાય ચૂકવવા તેમજ તલની ખરીદી કરવા માટે માંગ કરી છે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
