News of Friday, 17th May 2024
વરિયાળી શરબત જેવું ધોરાજીની જનતાને અપાતું દૂષિત અને દુર્ગંધ મારતુ પીવાનું પાણી:સ્થાનિકોમાં ભારે આક્રોશ
ગંદુ પાણી પીવાના કારણે લોકો ચામડીના રોગ અને તાવ તથા ઝાડા ઉલટી જવા રોગના શિકાર પણ બને છે. નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી

ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢેક વર્ષથી વહીવટદારનું શાસન છે. જોકે ધોરાજીમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું નથી. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ અને દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે બીમારીના કેસોમાં વધારો થયો છે. બીજી તરફ સમગ્ર મામલે ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનો દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિ-આક્ષેપકરાઈ રહ્યો છે
ધોરાજી શહેરમાં ઘણા લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા યથાવત છે. સ્થાનિકોનું કહેવું છે કે ધોરાજી શહેરમાં નગરપાલિકા દ્વારા જે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે. તે 8 થી 10 દિવસે વિતરણ કરવામાં આવે છે. તે પણ ગંદુ અને દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે. ધોરાજીના લાલા લજપતરાય વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે અહીં નગરપાલિકાના પીવાના પાણીની જે પાઇપલાઇન છે, તે પાઈપ લાઈનની અંદર ભૂગર્ભ ગટરના પાણી ભરી જવાના કારણે આ ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચે છે. આ ગંદુ પાણી પીવાના કારણે લોકો ચામડીના રોગ અને તાવ તથા ઝાડા ઉલટી જવા રોગના શિકાર પણ બને છે. નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી.
ધોરાજી નગરપાલિકા દ્વાર દૂષિત પાણી વિતરણ કરાયા બાદ ધોરાજીના રાજકારણ ગરમાયું છે. ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખે ભાજપ અને ધોરાજી નગરપાલિકાના વહીવટદાર અધિકારી પર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને કહ્યું કે નગરપાલિકાના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની અણ આવડતને કારણે પ્રજાને દૂષિત પાણી પીવા માટે થઈ અને મજબૂર બનવું પડે છે. ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદારનું શાસન છે અને વહીવટદારના શાસનમાં દૂષિત પાણી વિતરણ જેવી સમસ્યા સર્જાય છે. અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનોને ગાંઠતા ન હોવાનો પણ શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ છે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
