News of Saturday, 18th May 2024
મોરબીમાં મારામારી-પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ચાર ઈસમો પાસા તળે જેલ હવાલે.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી જીલ્લામાં મારામારી અને પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ચાર ઈસમોને પાસા તળે ડીટેઈન કરી અલગ અલગ જેલહવાલે કરવામાં આવ્યા છે.
મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી ટીમે ભૂતકાળમાં મારામારી અને પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ચાર ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ચાર ઇસમોના પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા જેથી એલસીબી ટીમના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન, હળવદ પોલીસ અને એલસીબી ટીમોએ પાસા વોરંટની બજવણી કરવામાં આવી હતી.
જેમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ સાજીદ અલ્લારખા લંજા (ઉ.વ.૩૪) રહે રાજકોટ જંકશન પ્લોટ વાળાને લાજપોર મધ્યસ્થ જેલ સુરત, મોસીન રફીક કડિયા (ઉ.વ.૩૧) રહે વાવડી રોડ મોરબી વાળાને મધ્યસ્થ જેલ વડોદરા તેમજ શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ ભાવેશ હરીશ ઉર્ફે હરેશભાઈ ચાવડા (ઉ.વ.૨૨) રહે સાપકડા તા. હળવદ વાળાને મધ્યસ્થ જેલ વડોદરા અને પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ મુસ્તાક જુસબ કાટિયા (ઉ.વ.૨૩) રહે મોરબી મચ્છી પીઠ વાળાને જીલ્લા જેલ જુનાગઢ હવાલે કરવામાં આવ્યો છે.
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
