<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th May 2024

મોરબી તાલુકામાં રેવન્યુ વિભાગમાં સર્વરની અનિયમિતાથી ખેડૂતો પરેશાન.

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે જીલ્લા કલેકટરને રજૂઆત કરી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકામાં રેવન્યુ વિભાગમાં સર્વરની અનિયમિતતાથી ખેડૂતો હેરાન પરેશાન જોવા મળે છે ત્યારે આ મામલે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે જીલ્લા કલેકટરને રજૂઆત કરી છે.

મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે ચોમાસાની સીઝન નજીક છે અને ખેડૂતો બેંક તેમજ મંડળીમાં દેવું નવા જુના કરવાનું હોય સેવા સદનમાં સર્વર મંદ ગતિએ ચાલે છે ૭-૧૨, ના પાનીયા કઢાવવા માટે ખેડૂતો સવારના આવે અને સાંજે ખાલી હાથે પરત જાય છે મામલતદાર કચેરીમાંથી કાઢવો તો જ ચલાવે છે બાકી ગ્રામ પંચાયત મંત્રી કાઢે તો પણ ચાલે નહિ બેન્કની આવી પદ્ધતિથી ખેડૂતો હેરાન થાય છે મંત્રી કાઢેલા ૭-૧૨ ના પાનીયામાં મામલતદાર કાઉન્ટર સાઈન કરી આપે તો પણ ચલાવતા નથી બેંક મનમાની કરી રહ્યા છે.
બેંક મંડળીમાં જાણ કરવી જોઈએ કે મામલતદારની કાઉન્ટર સાઈન વાળા ૭-૧૨ ના પાનીયા ચલાવવા જોઈએ હાલ ખેડૂતોને નવા જુના દેણા ક્લીયર કરવાના હોય અને બિયારણ, ખાતરની ખરીદી કરવાની હોય અનેક તકલીફનો સામનો કરી રહ્યા છે એક જ કોમ્પ્યુટરને બદલે ચાર-પાંચ કોમ્પ્યુટરની વ્યવસ્થા ખેડૂતોના હિતમાં કરવા માંગ કરવામાં આવી છે


 

(12:20 AM IST)